________________
આ પ્રમાણે સાનંદ પોતાના ઘરે પાછી ફરેલી એવી તેની પાસેથી વૃત્તાંત જાણીને પતિએ તેને ઘરની સ્વામિની બનાવી હવે અભયકુમારે પૂછ્યું :
હે ભવ્ય લોકો ! વિચાર કરીને કહો કે પતિ - માળી - ચોર અને રાક્ષસ એ ચારમાંથી સાહસિક કોણ ?
મત્સર ભાવવાળાએ પતિની, ચોરોએ ચોરની, ભક્ષણ કરનારાઓએ રાક્ષસની અને વ્યભિચારીઓએ માળીની પ્રશંસા કરી આ પ્રમાણે સર્વના ભાવ જાણી ચોરની પ્રશંસા કરવાના કારણે ચાંડાલ ચોર છે તેમ જાણી અભયકુમારે પૂછ્યું. ‘કેરીઓ કેવી રીતે ચોરી ?’ તે કહે, ત્યારે તે ચાંડાલે કહ્યું કે - ‘વિદ્યાના પ્રભાવથી ગ્રહણ કરી છે' તે જાણી અભયકુમારે તેને કહ્યું કે - ‘જો જીવવાની ઈચ્છા હોય તો તે વિદ્યા તું રાજાને આપ.'
ત્યાર બાદ સિંહાસન પર બેઠેલા તે રાજાને ચાંડાલે તે વિદ્યા આપી. પરંતુ તે વિદ્યા તેનામાં અલ્પ માત્રામાં પણ ઉતરી નહિ. પછી અભયકુમારના કહેવાથી જમીન પર બેઠેલા રાજાએ સિંહાસન પર બેઠેલા ચાંડાલ ને વિદ્યા આપવા માટે પ્રાર્થના કરી. એ પ્રમાણે વિનય પૂર્વક વિદ્યા લેવાથી તે વિદ્યા શીઘ્રતયા રાજામાં પ્રવેશ પામી. એટલે કે રાજાએ તે વિદ્યાને જલ્દી ગ્રહણ કરી.
આ પ્રમાણે વિદ્યા ગ્રહણનો હેતુ કહેતાં કહે છે :- પૂર્વે કહેલી ચાર ઃપ્રકારની શુધ્ધિ વડે ગ્રહણ કરેલો ધર્મ સંપૂર્ણ સુખના ફળ રૂપ બને છે. એથી ઉલ્ટી રીતે ગ્રહણ કરવાથી વાસ્તવિક ફળ પ્રાપ્ત થતું નથી.
ત્રણે પ્રકારના યોગ્ય કારણો ન મલવાથી તથા અવિધિ પૂર્વક વિદ્યાગ્રહણ કરવાથી શુધ્ધ ફળ રૂપ મોક્ષ ને આપનારી બનતી નથી. પરંતુ ભોગ - રાજ્યાદિનું સુખ પ્રાપ્ત થાય છે. જે અલ્પકાળ માટેનું હોય છે. વળી તે સુખ શાશ્વત ન હોવાને કા૨ણે કિંમત વિનાનું છે. મૂલ્ય હીન છે.
II ઈતિ દ્વિતીય તરંગ સમાપ્તઃ ॥
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 13
તરંગ
૨