________________
બુધ્ધિ થી વિચારીને તેણે અધિષ્ઠાયકને પ્રગટ કરવા માટે અઠ્ઠમ તપ કર્યો પ્રસન્ન થયેલા તે દેવે કહ્યું કે આ મારા આશ્રમમાં (ઉપવનમાં) તમે રહો, સર્વઋતુ વાળા વન થી અભુત, અદ્ભુત એવો એક થંભવાળો રત્નમય મહેલ હું બનાવું છું. સારું એમ કહીને જ્યાં અભયકુમાર આવીને નગરમાં પગ મુકે છે ત્યાંજ દેવ વિમાનને પણ મહાત્ કરે તેવો નંદનવન સમા (સર્વ ઋતુના પુષ્પથી યુક્ત) ઉદ્યાનમાં આશ્ચર્ય ઉપજાવે તેવો એક સુંદર મહેલ જોયો અને તે મહેલને જોઈને પોતાની જાતને અધિકતર ધન્ય માનતા તે અભયકુમારે તે વનની રક્ષા માટે ગગનચુંબી એક કીલ્લો બનાવડાવ્યો અને કોટવાલોને પણ નિયુક્ત કર્યા જેથી કરીને પક્ષીઓ પણ ત્યાં પ્રવેશ ન કરી
શકે.
એક વખત તે જ નગરમાં સગર્ભા ચાંડાલણીએ પોતાના પતિ ને કેરી ખાવાનો અને તેનો સ્વાદ લેવાનો મનોરથ (દાહેદ) કહ્યો ત્યારે ચાંડલે વિચાર્યુ : વાદળોના અભાવમાં વર્ષાની ઈચ્છા જેવી આ અકાલ માંગણી છે. આ સર્વ ઋતુવાળા વનમાં તેવાં આમ્ર ફળ હોઈ શકે પરંતુ કોઈ પણ પ્રયત્ન વડે તે મળે તેમ નથી શું ? એ પ્રમાણે વિચારીને બુધ્ધિમાન ચાંડાલે તે કિલ્લાની બહાર ઊભા રહીને રાત્રે જ ઉન્નામની (નમાવવાની) વિદ્યા વડે ડાળી ને ખેંચીને કેરી પ્રાપ્ત કરી અને ઉંચી કરવાની વિદ્યા વડે તે ડાળીને તેના યોગ્ય સ્થાન પર મુકીને પત્નીની ઈચ્છા પૂરી કરી.
સવાર પડતાં પહેરગીરોએ તે ડાળીને ફલ રહિત જોઈ તેથી શંકા પડવાથી તેઓએ રાજાને વાત કરી કે હે દેવ! કોઈના પણ અહીં આવાગમનના ચિહ્નો (પગલાં) દેખાતાં નથી છતાં પણ કોઈ છૂપી રીતે આંબાની ડાળીઓ પરથી કેરીઓ ચોરી જાય છે. તો આ વનની રક્ષા કેવી રીતે કરવી ?
આ પ્રમાણે કોટવાલની વાત સાંભળીને રાજાએ અભયકુમારને આજ્ઞા કરી કે પાંચ છ દિવસમાં ચોર પકડી લાવવો અથવા પોતાનું શિર આપવું. અભયકુમારે ઘણો પ્રયત્ન કર્યો પણ તેને ચોર ક્યાંયથી પણ હાથમાં આવ્યો નહિ.
એક વખત કોઈક મંદિરના રંગમંડપમાં મુખ્ય નદીની રાહ જોઈ રહેલા લોકોને અભયકુમારે કહ્યું કે વસંતપુર નગરમાં જીર્ણશ્રેષ્ઠિ નામના
88888888888888888888888
|| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)T[11
તરંગ - ૨
||
BhaiBRRROREBERaBaRittitltilittitutiHHHHaitializiiiiiittitutini aagataluaaaaaaaaaaaaaaaaaa
BBBad BEBBdBBE