________________
જન્મથી સંચિત અન્તર્મલ (ક્રોધાદિ) તૃષ્ણા (વિષયાદિ) તાપ (સંસારનો તાપ) અને આપત્તિ દૂર થાય છે.
કહ્યું છે કે:- કાચા ઘડામાં પાણી નાંખવાથી પાણી અને ઘડા બન્નેનો નાશ થાય છે. તેવી રીતે અપરિપક્વ આત્માને સિધ્ધાંતના રહસ્યભૂત ધર્મ આપવાથી તે ધર્મ સ્વપર નો નાશક બને છે. અર્થાત્ ઉપકારક બની શકતો નથી. તેવી જ રીતે યોગ્યતા વાળા પાસેથી ધર્મ ગ્રહણ કરવો. પરંતુ પાણીની જેમ અયોગ્ય આત્માની પાસેથી ગ્રહણ કરવો નહિ.
ચારિત્રથી રહિત વ્યક્તિ ગમે તેટલો જ્ઞાની હોવા છતાં પણ સજ્જનો તરફથી તે વ્યક્તિ માન પામતો નથી. ચાંડાલનો કૂવો શીતલ જલથી પરિપૂર્ણ હોય તો પણ તે કૂવો ઉચ્ચ કુલવાન જાતિથી ત્યજાય છે અથવા કુલવાન લોકો ઉપયોગમાં લેતા નથી. વળી પણ કહે છે કે યોગ્ય ધર્મ ને જ ગ્રહણ કરવો પરંતુ હિંસાદિ થી કલુષિત એવો અયોગ્ય ધર્મ ખાઈના પાણીની જેમ ગ્રહણ નહિ કરવો.
તે પણ વિધિ પૂર્વક ગ્રહણ કરવો અવિધિ પૂર્વક નહિ પાણી પણ પ્રતિકૂલ કળશ (કાચાઘડા) માં રહી શકતું નથી.
અહીંયા વિનય, બહુમાનાદિ વિધિ સમજવી :- સિંહાસન પર બેઠેલા ચંડાલ પાસેથી શ્રેણીક મહારાજાએ વિદ્યા ગ્રહણ કરી તે શ્રુતનો વિનય છે.
| શ્રેણિક રાજાનું દષ્ટાંત
રાજગૃહી નગરમાં શ્રેણીક રાજા અને તેની પત્ની ચલ્લણા રાણી રહેતા હતા. - એક દિવસ શ્રેણિક મહારાજાએ ચેલણા રાણીને થયેલો એક સ્થંભથી યુક્ત ધવલ ગૃહમાં રહેવાનો મનોરથ અભયકુમારને કહ્યો, તે જાણી તેવા પ્રકારના સ્થંભ ને માટે જંગલમાં ફરતાં અભયકુમારે થંભને યોગ્ય સુંદર લક્ષણ થી યુક્ત એક ઝાડ જોયું અને વિચાર્યું કે આ ઝાડની આટલી સુંદર છાયા ઘટા વિ. અધિષ્ઠાયક વિના સંભવિત નથી. એ પ્રમાણે ઔત્પાતિકી
RRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR
R RAAAAAABARABARBAR888888888888
aaaaaaaaaaaaagaegsebagasaapaaaaaaaaaaaaaaaag
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) |
તરંગ - ૨
Badalisatta Gam -