________________
પરંતુ કેટલાક દુષ્ટ માણસો એવા હોય છે કે જરૂર મુજબ આ ગ્રંથનો આધાર લઈ ઉપયોગ કરે છે અને પાછા આ ગ્રંથમાં આ બરાબર નથી, તે ખોટું છે વગેરે વગેરે દોષો બતાવી કવિની વાણીને દોષિત બતાવવા પ્રયત્ન કરે છે આવા દુષ્ટ લોકોને ધિક્કાર હો ! ..... ૨૫ - જે વાણી દોષ વિનાની હોવા છતાં પણ ખલ – શઠ માણસો દોષવાળી કહે છે. તેમાં કવિનો દોષ નથી. જેમ સારી રીતે વિશ્વ પ્રકાશમાન હોવા છતાં ઘુવડને અંધકારમય દેખાય છે તેમાં શું સૂર્યનો દોષ છે ? અર્થાત્ સૂર્યનો દોષ નથી...ર૬
અત્યંત દૂર રહેલા સૂક્ષ્મ પણ પદાર્થને જોવાની દૃષ્ટિ વાળા સજ્જનોના ગણને સ્તુતિ યોગ્ય કોણ ગણતો નથી ? વળી કેટલાક એવા છે કે જે પરના દોષો ને મોટા કરીને જુએ છે. પણ પોતાના હૃદયમાં રહેલા મોટા દોષોને પણ જોતો નથી.....૨૭
દૂષણવાળા જે ખલુ (લુચ્ચા)ઓ છે. તેઓ શાસ્ત્રાનુસાર અર્થોને કેવી રીતે ગ્રહણ કરે ? ગુણવાનું સર્જન પુરુષોની આ રીત જ છે જે કવિઓના ગુણોને સર્વ રીતે ગ્રહણ કરે છે....૨૮
જેઓએ શાસ્ત્રના ગુણ પ્રગટ કરીને પ્રતિષ્ઠા આપી છે. તેવા સજ્જનો દીર્ધકાળ સુધી જય પામો. તે દુષ્ટ માણસોની પણ સારી રીતે સ્તુતિ કરુ છું. ને અનુગ્રહની ઈચ્છાથી વિવિધ દોષોને ગ્રહણ કરીને શાસ્ત્રને અનુસરીને ગુણ પ્રકટ કરવાથી પ્રતિષ્ઠાને આપી છે કે જેઓ ખલ પુરુષો પર શાસન કરે છે તે સંત પુરુષો સુદીર્ઘ કાલ સુધી જયને પામો. જેઓએ ઉપકારની બુધ્ધિથી જ વિવિધ દોષોને જોવા છતાં પણ રચેલો જેવો તેવો પણ આ ગુણકારી ગ્રંથ જયકર લક્ષ્મીના સ્થાનરૂપ મોક્ષ પદને આપનાર થાઓ.....૨૯
આ પ્રમાણે શ્રી તપાગચ્છીય શ્રી મુનિસુંદરસુરિ વિરચિત જગતમાં જય રૂપી લક્ષ્મીને આપનાર ઉપદેશ રત્નાકર નામના ગ્રંથની તીર્વાવતાર રૂપ પીઠીકા થઈ.
BAROBRRRRR
RRRRRRRASSEBAB888888888888888888888888888888888BBBBORBRREBBBBA888888
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
gazalsadesa88888888888aaaaaaa8888888888888888
Jચરણ
HિIPEBBIEHl9fHEBEILBHESIBEETRITERAILEHEARDHHHHHHHHHHB01BHIG
HTER
3::
રક્ષા
કરી