________________
-:
श्रीमुनिसुंदरसूरि विरचित :
उपदेश रत्नाकर
|| પુર્નજમાવાનુવાદ્ ||
મોહ રૂપી શત્રુ ઉપર વિજય કરવા દ્વારા નિર્મળ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરનારા એવા જે જિનેશ્વર ભગવંતોએ જગત ઉપર કૃપા કરી ધર્મ બતાવ્યો છે તેમની હું સ્તુતિ - સ્તવના કરું છું..... ૧
ચાર પુરુષાર્થ ની દેશના કહેવા દ્વારા અનિષ્ટ ને હ૨ના૨ા અને ઈષ્ટને ક૨ના૨ા જે થયા તે પ્રજાના નાથ તથા પ્રથમ અરિહંત પણું પામેલા જગતનાગુરુ શ્રી ઋષભ પ્રભુને હું સ્તવું છું..... ૨
જેઓએ જગતમાં બધાં જ ઉપદ્રવોને શાન્ત કર્યા છે, કરે છે અને ભવિષ્યમાં કરનારા હોવાથી જેમનું નામ સાર્થકતા ને પામ્યું છે તે શાન્તિનાથ પ્રભુ વાંછિત સિધ્ધિ ને માટે થાઓ... અર્થાત્ વાંછિત પુરનારા થાઓ... ૩
જે શ્યામ વર્ણવાળા હોવા છતાં ધ્યાન કરનારા સજ્જનોને ઈચ્છિત સુખ રૂપી લક્ષ્મીને વશ કરે છે (આપનારા છે) બાહ્ય આંતર શત્રુઓને નષ્ટ ક૨વા માટે ચક્ર સમાન વળી ત્રણે લોક જેને નમસ્કાર કરે છે. તે નેમિનાથ પ્રભુ જય ને માટે થાઓ..... ૪
સાતે દ્વીપ ના મનુષ્યોના સાતે ભયો ને ભેદવા માટે સાત-સાત ફણાવાળા સર્પના બહાના થી જે ખભા સુધી સપ્ત (તીક્ષ્ણ) શૂલ રૂપી શસ્ત્ર ધારણ કરે છે. તે પાર્શ્વનાથ પ્રભુ તમારું રક્ષણ કરો... ૫
જગતમાં જે વિઘ્ન રૂપી મૃગલાઓને ત્રાસ માટે લંછનના બહાનાથી સિંહને ધારણ કરે છે. તે શ્રી વર્ધમાન સ્વામિ વધતી એવી તમારી સુખ સંપદાને પુષ્ટ કરો..... ૬
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 1
મંગલાચરણ