________________
વિશદ એવા ચા૨ નામાદિ (નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ) ભેદો વડે જેઓ ત્રણે કાળ અને ત્રણે લોકને પવિત્ર કરે છે. અને ભવથી ઉદ્વેગ પામેલા પ્રાણીઓ ને મુક્તિ પદ ને આપે છે. તે સર્વે સર્વજ્ઞ પ્રભુ જય પામો......
જગતનાં અત્યંત આનંદથી ઉલ્લસિત (ઉલ્લાસ-હર્ષ પામતા) પંડિત વર્ગને માત્ર ધ્યાન ક૨વા વડે ક૨ીને પણ ૨સથી પૂર્ણ શ્રેષ્ઠ કાવ્ય રૂપી ફળોને આપે છે. તે જગતમાં નવીન કલ્પલત્તા સમી શ્રી સરસ્વતી દેવી નિર્મલ બોધિ અને બુધ્ધિ મને આપો.....૮
કિરણો વડે સૂર્ય ની જેમ જેઓ વિશ્વને ઉત્તમ મહિમા રૂપી લબ્ધિના બધાજ ગુણ રૂપી કિરણોથી પ્રકાશિત કરે છે. બીજા સમસ્ત સૂરિઓ પણ જેમની પાસે નક્ષત્ર જેવા બને છે. એવા તે શ્રીઙઠ દેવસુન્દર ગણાધિપતિ તમારા ઉપર ખુશ થાઓ.....૯
જેણે પોતાની વાણી વડે કરીને કઠણ પત્થર જેવા મારા જેવાને પણ શ્રેષ્ઠ બોધ (જ્ઞાન) રૂપી રસથી નરમ બનાવ્યો છે અમૃતના દાનમાં તત્પર નવા ચંદ્ર સમાન શ્રી જ્ઞાનસાગર ગુરુને ભક્તિ ભાવથી નમસ્કાર કરૂં છું....૧૦
સુધા૨સથી યુક્ત જેમની મૂર્તિ ને જોતાં પંડિત વર્ગની આંખોને સુધાના ઝરણાં સમું સુખ મલતું હતું તેવું સુખ આંખોને નહિ મલતાં ઉદાસી બનાવતાં એવા તે શ્રી સોમસુન્દર ગણાધિપતિ જય ને પામો...... ૧૧
આ પ્રમાણે સ્તુતિ કરવા યોગ્ય સમુદાયની સ્તુતિ કરીને મુનિસુંદરસૂરિ વાણીને સફળ કરવા જૈન ધર્મના ઉપદેશનો ગ્રંથ રચે છે.....૧૨
પોતાની શક્તિ પ્રમાણે સતત્ પરોપકા૨ ક૨વો જોઈએ તે ઉત્તમ નીતિ છે. અને તે પરોપકાર સ્વઉપકારનો વિરોધિ કે જુદો નથી અર્થાત્ સ્વાભાવિક રીતે પરોપકાર કરતાં પોતાનો ઉપકાર પણ થઈ જાય છે.....૧૩
તે પરોપકાર સમસ્ત અનિષ્ટ દૂર કરવા વડે કરીને અને સર્વ ઈષ્ટના સંયોજનથી સાધી શકાય છે. અહીંયા તો ભયંકર આંતર વૈરી રૂપી કીટ ના વિયોજન થી એકાન્તિક - આત્યંતિક સુખ જ ઈષ્ટ છે (અથવા અહીંયા તો મંગલાચરણ
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 2