________________ 25 પુણ્યપાલ ચરિત-૧ પુણ્યપાલ ! મારા રાજ્યની સીમા છેડી જતો રહે. તારા જેવા કૃતન લોકો મારા રાજ્યમાં રહી શકતા નથી. મારી કૃપાથી આજ સુધી સુખ ભોગવ્યાં. હવે મારા ગુસ્સાનું પરિણામ ભોગવ. હવે તું વત્સદેશમાં નહીં રહી શકે. મારી સીમાના વનમાં પણ નહીં.' પૂર્વવત્ પ્રસન્ન મુખમાં પુણ્યપાલે રાજાની આજ્ઞાને સ્વીકાર કરતાં કહ્યું : તમારો હુકમ મને માન્ય છે. તે છતાં એટલું કહીશ કે તમારા રૂપમાં મારા દેવ મારાથી ચુકયા છે.” - પુણ્યપાલ દરબારમાંથી જતો રહ્યો. પિતાના ભવન પર ગયે. સભામાં લેકે પોતપોતાની વાત કરવા લાગ્યા. ઘણએ એમ કહ્યું કે પુણ્યપાલ મૂર્ખ છે. જિદ્દી અને હઠીલો છે. કેઈકે કહ્યું–સાહસી છે. કશું કરી બતાવશે. આપણી ઉંમર તે કપાઈ ગઈ અને તેને પોતાની કાપવાની છે. પ્રયા કનકમંજરીને પુયાલ મળ્યો અને બે : પ્રિયે ! આજની રાત આપણું છેલ્લું મિલન છે. - કાલે મને હસીને વિદાય આપજે.” હું તમને કેવી રીતે વિદાય આપું? તમારી અર્ધાગિની છું. અડધું શરીર અહીં રહે અને અડધું જાય એ અસંભવ વાત છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust