________________
૨૨
કાલલોક-સર્ગ ૨૮ तत उद्धृत्य कारुण्य-धनैः स्थविरधीधनैः । ओघनियुक्तिरूपाल्प-ग्रंथन्यस्ता महार्थभृत् ॥१३०॥ पूर्वादिपाठानर्हाणां हीनबुद्धिबलायुषां । ऐदंयुगीनजीवाना-मुपकाराय सत्वरं ॥१३१॥ तदर्थज्ञानतत्सम्य-गनुष्ठानार्थमुत्तमा । आसन्नीकृत्य दत्तौघ-सामाचारी भवत्यसौ ॥१३२॥ त्रिभिर्विशेषकं । एवं पदविभागाख्या-प्यात्ता नवमपूर्वतः । उत्तराध्ययनादंत्या षड्विंशाच्च समुद्धता ॥१३३॥ ज्ञानमासां हि पूर्वादि-पाठसाध्यं चिराद्भवेत् । तदुद्धारात्तु तूर्णं स्या-दित्यसौ तदुपक्रमः ॥१३४॥ अनल्पकालवेद्यस्या-युषः संवर्त्तनेन यत् । अल्पकालोपभोग्यत्वं भवेत्सोपक्रमायुषां ॥१३५॥ यथायुष्कोपक्रमाख्यः स कालः परिकीर्तितः । दूरस्थस्यायुरंतस्य समीपानयनात्मकः ॥१३६॥
સ્થાપન કરી પૂર્વાદિનો અભ્યાસ કરવામાં અયોગ્ય અને હીન બુદ્ધિ, બલ તથા આયુષ્યવાળા, આ યુગના જીવોનો ઉપકાર કરવા માટે, તત્કાળ તે (સામાચારી)ના અર્થનું જ્ઞાન થાય અને સમ્યક્ પ્રકારે તેનું અનુષ્ઠાન થઈ શકે તેટલા માટે, આ ઉત્તમ સામાચારી સમીપ કરીને આપી છે, તેથી તે ઘસામાચારી उपाय छे. १२४-१३२..
એ જ પ્રમાણે પદવિભાગ નામની સામાચારી નવમા પૂર્વમાંથી ગ્રહણ કરી છે તથા છેલ્લા દશ પ્રકારની ચક્રવાલ સામાચારી છવીશમાં ઉત્તરાધ્યયનમાંથી ઉદ્ધરેલી છે.૧૩૩.
આ સામાચારીનું જ્ઞાન પૂર્વાદિનો અભ્યાસ કરતાં ઘણો સમય થાય છે. અને તેનો ઉદ્ધાર કરવાથી શીધ્ર થાય છે. તેથી આ તેનો ઉપક્રમ કહેવાય.૧૩૪.
સોપક્રમ આયુષ્યવાળા જીવો, પોતાના દીર્ઘ આયુષ્યનો સંક્ષેપ કરીને જે અલ્પકાળમાં ભોગવે છે, તે યથાયુષ્ક ઉપક્રમ નામનો કાળ કહેલો છે; કેમકે દૂર રહેલા આયુષ્યના અંતને સમીપમાં લાવે છે. १3५-१3.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org