________________
૨૪ ૨
કાલલોક-સર્ગ ૨૯
इदमेवारकस्यास्य व्यंशक्लृप्तौ प्रयोजनं । पूर्वैः संभावितं भाग-श्चायमस्य पृथक् ततः ॥२९८॥ कल्पवृक्षा अपि तदा स्युः क्रमाद् दृढमुष्टयः । लोभार्ता इव मूर्खाणां वार्तेव विरसा क्षितिः ॥२९९॥ ततस्ते सततं वृक्ष-फलौषध्यादिभोजिनः । तत्संग्रहममत्वाभि-निविष्टा विविदंत्यपि ॥३०॥ पल्याष्टमांशे शेषे स्यु-रस्मिन् कुलकरा वराः । प्रकाशांशा इवासन्नो-दयाद्यजिनभास्वतः ॥३०॥ रागद्वेषाभिवृद्ध्यात्र नीतिमार्गातिपातिनां । शिक्षणाय कुलकर-कृताः स्युर्दंडनीतयः ॥३०२॥ सैकोननवतिपक्षे शेषेऽस्य त्रुटितांगके । उदेत्यादिमतीर्थेशो जगच्चक्षुरिवोत्तमः ॥३०३॥ लोकानामुपकाराय व्यवहारं दिशत्यसौ । अज्ञानतिमिरच्छेदी सदसन्मार्गदर्शकः ॥३०४।।
તે જ પ્રમાણે ક્રમશઃ ઘટતું ઘટતું હોય છે. ત્રીજા વિભાગમાં તેવો ક્રમ બરોબર હોતો નથી; અનિયતપણું હોય છે.૨૯૫-૨૯૭.
આ આરાના ત્રણ વિભાગ પાડવાનું કારણ તે જ છે, એમ પૂર્વાચાર્યોએ માન્યું છે અને તેથી જ આ ત્રીજા આરાનો આ ત્રીજો વિભાગ પૃથફ કર્યો છે. કલ્પવૃક્ષો પણ લોભાર્નની જેમ ઓછું આપનારા હોય છે અને મૂર્ખની વાર્તાની જેમ પૃથ્વી પણ ઓછા રસવાળી (વિરસ) થતી જાય છે, તેથી તે વખતના યુમિઓ નિરંતર વૃક્ષના ફળ, ફુલ અને ઔષધિ (ધાન્ય) વિગેરે ખાનારા અને તે તે વસ્તુનો સંગ્રહ કરવામાં અને મમતા કરવામાં અભિનિવેશવાળા હોવાથી પરસ્પર વિવાદ પણ કરે છે. ૨૯૮-૩૦૦.
ત્રીજો આરો પલ્યોપમના આઠમા અંશ જેટલો બાકી રહે, ત્યારે શ્રેષ્ઠ એવા કુલકરો પ્રથમ તીર્થંકરરૂપ સૂર્ય નજીકમાં ઉગનાર હોવાથી જાણે તેના પ્રકાશના અંશો હોય, તેવા થાય છે. એ વખતે રાગદ્વેષની વૃદ્ધિ થવાથી નીતિમાર્ગને ઉલ્લંઘન કરનારા યુગલિકને શિક્ષણ આપવા માટે તે કુલકરો દંડનીતિની યોજના કરે છે. ત્રીજા આરાના એક ત્રુટિતાંગ ને ત્રણ વર્ષ સાડાઆઠ માસ (૮૯ પક્ષ) બાકી રહે ત્યારે જગચ્ચક્ષુ જેવા ઉત્તમ પ્રથમ તીર્થંકર ઉદય પામે છે (માતાના ગર્ભમાં આવે છે.) ૩૦૧-૩૦૩.
લોકોના ઉપકારને માટે અજ્ઞાનરૂપ તિમિરને દૂર કરનાર અને સદસતું માર્ગને બતાવનાર તે તીર્થંકર વ્યવહાર શિખવે છે.૩૦૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org