________________
૨૫૫
તીર્થંકર નામ કર્મ બંધનો સમય
तृतीयकर्मग्रंथे तु बंधस्वामित्वनिरूपणे प्रथमनरकत्रयनारको वैमानिक देवो गर्भजमनुष्यश्च सम्यक्त्वादिगुणस्थानवर्तिनस्तीर्थकृन्नामकर्म बभ्रतीत्युक्तमिति ज्ञेयं । ___ अत्र चैवमुपपत्ति:-बद्धतीर्थंकरनामा मनुष्यो मृत्वा नरकदेवगत्योरुत्पन्नस्तत्रापि तीर्थंकरनामकर्म बध्नाति, जिननामकर्मणः सततबंधकालस्योत्कृष्टतस्त्रयस्त्रिंशत्सागरोपम-मानस्यानुत्तरसुरानाश्रित्य शतके प्रोक्तत्वात्, इति कार्मग्रंथिकैर्गतित्रये जिननामबंध उक्तः,
प्रथमतस्तु मनुष्य एव तबंधमारभत इत्यावश्यके 'नियमा मणुअगईए' इति निरूपितमिति । यद्वा नरकस्वर्गगत्योः सामान्येन जिननाम्नो बंध: स्यात् निकाचितबंधस्तु तस्य मनुजगतावेवेत्यावश्यके 'नियमा मणुए' इत्याधुक्तं भावीति संभाव्यते ।
एतत्संग्रहश्चैवमावश्यकषष्ठांगादिषुअरिहंत १ सिद्ध २ पवयण ३ गुरु ४ थेर ५ बहुस्सुए ६ तवस्सीसु ७ । वच्छल्लया य तेसिं अभिक्खनाणोवओगे य ८ ॥१९॥ दंसण ९ विणए १० आव-स्सए ११ य सीलव्वए १२ निरइयारो । खणलव १३ तव १४ च्चियाए १५ वेयावच्चे १६ समाही य १७ ॥१९ब।।
નિશ્ચયે તે મનુષ્યગતિમાં જ બંધાય છે. તે મનુષ્યગતિમાં કોણ બાંધે? એવી આશંકાના ઉત્તરમાં સ્ત્રી, પુરુષ કે ઈતર એટલે નપુંસક'' એમ આવશ્યક હારિભદ્રીમાં કહ્યું છે.
પરન્તુ ત્રીજા કર્મગ્રંથમાં તો બંધસ્વામિત્વની નિરૂપણામાં “પહેલી ત્રણ નરકનો નારકી, વૈમાનિક દેવ અને ગર્ભજ મનુષ્ય સમ્યક્તાદિ ગુણસ્થાને વર્તતો હોય તે તીર્થંકરનામકર્મ બાંધે” એમ કહ્યું છે. આ હકીકતની ઉપપત્તિ-સમન્વય આ રીતે કરવી કે તીર્થંકરનામકર્મ જેણે બાંધ્યું છે, એવો મનુષ્ય મરણ પામીને પ્રથમની ત્રણ નરકમાં અથવા વૈમાનિક દેવમાં ઉપજે છે, અને ત્યાં પણ તીર્થંકર નામકર્મ બાંધે છે. એટલે તેમાં દળીયાં મેળવે છે. જિનનામકર્મનો સતત બંધકાળ ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ પ્રમાણ અનુત્તર વિમાનના દેવોને આશ્રયી પાંચમા શતકકર્મગ્રંથમાં કહેલ છે. એટલે કાર્મગ્રંથિકોએ ત્રણ ગતિમાં જિનનામનો બંધ કહ્યો. પ્રથમ તો મનુષ્ય જ તેના બંધનો આરંભ કરે છે, એવા વિચારથી શ્રી આવશ્યકમાં ‘નિયમો મણુઅગઈએ” એમ કહેલું છે. તેનું સમાધાન કરી લેવું અથવા નરકમાં ને દેવગતિમાં સામાન્યપણે તેનો બંધ હોય છે; નિકાચિત બંધ તો મનુષ્યગતિમાં જ થાય છે એવો શ્રી આવશ્યકના નિયમો મણુએ કથનનો આશય હોય એમ પણ સંભવે છે.
આ વીશ થાનકનો સંગ્રહ શ્રી આવશ્યકમાં અને ષષ્ઠાંગ વિગેરેમાં આ પ્રમાણે છે-અરિહંત ૧ સિદ્ધ ૨, પ્રવચન ૩, ગુરુ ૩, સ્થવિર ૫, બહુશ્રુત ૬, તપસ્વી ૭, આ સાતનું વાત્સલ્ય, વારંવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org