________________
૩૫૨
કાલલોક-સર્ગ ૩૦
लिहति स्म स्वयं स्थालीं योऽसकृत्पाणिना भृशं । काका वराकाः श्वानो वा किं लिहेयुस्तदंगणे ॥६५३॥ जना नोच्चारंयति स्मा-वश्यकेऽपि प्रयोजने । यन्नाम जातक्ते त्विष्ट-देवान् श्रेयोऽर्थमस्मरन् ॥६५४॥ भार्या तस्यानुरूपासी-द्या शुनीव वनीपकं । दुरादपि क्षोभयति दुर्वाक् तृष्णेव जंगमा ॥६५५॥ आसीदासी च तस्यैका जरती गरतीवरुक् । क्षुज्जराजर्जरा दीना कृशा मूर्तेव दुर्दशा ॥६५६॥ प्रातः स्माह वणिक्पत्नी तां रंडे याहि काननं । एधांस्याहर भूयांसि न दास्याम्यन्यथाशनं ॥६५७॥ प्रतिपद्य वचस्तस्याः क्षीणोपायाश्रयागमत् । वनं शनैः शनैर्यष्टि-मवष्टभ्य सुतामिव ॥६५८।। तत्रान्यच्छिन्नकाष्ठानां शिलोज्छं छेदनाक्षमा ।
संगृह्य श्रेष्टिनीतुष्ट्यै सामर्थ्याधिकवीवधं ॥६५९॥ વળી થાળી ધોયેલ પાણી પણ રખે તેમાં અન્નનો દાણો રહી ગયો હોય એમ માનીને તેને જોયા કરતો અને પોતે વારંવાર થાળીને હાથવડે ચાટતો હતો; તેથી રાંક એવા કાગડા કે શ્વાન પણ તેને આંગણે શું ચાટે ? કાંઈ ચાટવા પામતા નહોતા. ૬૫૧-૬૫૩.
લોકો જરૂરી કાર્યમાં તેનું નામ લેતા નહોતા. કયારેક ભૂલથી બોલાઈ જાય તો શ્રેયને માટે ઈષ્ટદેવનું નામ તરત જ સંભારતા હતા. ૬૫૪.
સ્ત્રી પણ તેને અનુરૂપ જ મળી હતી કે, જે દુર્વચનવાળી અને જાણે જંગમ તૃષ્ણા હોય તેવી હતી, તેથી ભિક્ષુકાદિકને દૂરથી જ કુતરીની જેમ ક્ષોભ પમાડતી હતી. ૬૫૫. - તેને એક દાસી હતી તે, વૃદ્ધ અને અતિ તીવ્ર વ્યાધિવાળી હતી, તેમ જ સુધા અને જરાવડે જર્જર થયેલ, દીન, કૃશ અને મૂર્તિમાન દુર્દશા જેવી હતી. પs.
એક દિવસ પ્રાતઃકાળમાં જ તે વણિકની સ્ત્રીએ પેલી દાસીને કહ્યું કે હે રાંડ! જલદી વગડામાં જા અને પુષ્કળ કાષ્ઠો લઈ આવ, નહીં તો હું તને ખાવાનું આપીશ નહીં. ૬૫૭.
તેનું વચન અંગીકાર કરીને બીજા ઉપાય કે આશ્રય વિનાની ધીમે ધીમે પુત્રીની જેમ લાકડીનું અવલંબન કરીને વનમાં ચાલી. ૫૮.
ત્યાં તે કાષ્ઠો છેદવામાં અસમર્થ હોવાથી બીજાઓએ કાપેલા લાકડાના કોઈ કોઈ કકડા પડ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org