________________
૪૩૧
સિંધુદેવીને વશ કરતા ચક્રી
एवं च सिंधुदेवीव-द्वैताढ्यादिसुरा अपि । शरमोक्षं विनैव स्यु-रनुकूलाश्चलासनाः ॥९७॥ कुंभानां रत्नचित्राणा-मष्टोत्तरसहस्रकं । नानामणिस्वर्णरत्न-चित्रं भद्रासनद्वयं ॥९८॥ कटकत्रुटीतादीनि भूषणान्यपराण्यपि । चक्रीत्यादिकमादत्ते सिंधुदेव्योपदीकृतं ॥९९।। अहं त्वद्देशवास्तव्या तवास्म्याज्ञप्तिकिंकरी । इत्युक्त्वा प्रणिपत्यास्यां गतायां सोऽत्ति पूर्ववत् ॥१००॥ अष्टाहिकोत्सवांतेऽस्या ऐशानीगामिनाध्वना । वैताढ्यकटकाभ्यर्णमेति चक्रानुगोऽथ सः ॥१०१॥ सिंधुदेवीभवनतो जेतुं वैताढ्यनिर्जरं । वैताढ्यकूटगमने ऋजुर्मार्गोऽयमेव हि ॥१०२।। कटके दाक्षिणात्येऽस्य कटके स्थापितेऽमुना । अष्टमे च कृते सिंहासनं चलति तद्विभोः ॥१०३॥
| સિંધુદેવીની જેમ વૈતાઢ્યાદિના અધિષ્ઠાયક દેવો પણ બાણ મૂક્યા વિના આસન ચલિત થવાથી જ ચક્રવર્તી પાસે આવે છે ને અનુકૂળ થાય છે. (આજ્ઞા માને છે). ૯૭.
સિંધુદેવી જુદા-જુદા રત્નોથી ભરેલા ૧૦૦૮ ઘડા, વિવિધ પ્રકારના મણિ, સ્વર્ણ અને રત્ન વડે બનાવેલ બે ભદ્રાસનો, કડાં, બાજુબંધ વિગેરે આભૂષણો ચક્રવર્તીની પાસે ભેટ તરીકે ધરે. ચક્રી તેનો સ્વીકાર કરે. ૯૮-૯૯
સિંધુદેવી કહે કે– હું અહીં તમારા સ્વામિત્વવાળા પ્રદેશમાં રહીને તમારી આજ્ઞા માનનારી સેવિકા છું.” આ પ્રમાણે કહીને તથા પ્રણામ કરીને તે જાય, એટલે ચક્રી પૂર્વની જેમ પારણું કરે. ૧૦૦
સિંધુદેવી સંબંધી અષ્ટાદ્ધિકોત્સવ કર્યા પછી ઇશાન કોણના માર્ગે વૈતાઢ્ય કટકની સમીપે ચક્રની પાછળ ગમન કરતા ચક્રવર્તી આવે. ૧૦૧.
સિંધુદેવીના ભવનથી વૈતાદ્યદેવને જીતવા માટે વૈતાઢ્યકટક સન્મુખ જવાનો સરલ માર્ગ આ જ છે. ૧૦૨.
વૈતાઢ્યના દક્ષિણ કટક પાસે લશ્કરની છાવણી નાખીને ચક્રી અટ્ટમ કરે એટલે વૈતાઢ્યના સ્વામીનું આસન કંપાયમાન થાય. ૧૦૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org