________________
૪૫ર
કાલલોક-સર્ગ ૩૧ विसृष्टश्चक्रिणाप्येष भूरिसत्कारपूर्वकं । . स्वावासे विहितास्नान-भोजनो रमते सुखं ॥२३७॥ चक्री वक्त्यन्यदाकार्य द्वारं भो पृतनापते ! । दर्याः खंडप्रपाताया औत्तराहं प्रकाशय ॥२३८॥ तमिस्रायाम्यदिग्द्वारोद्घाटने यो विधिः कृतः । तेनैव विधिना द्वार-मुद्घाटयति सोऽप्यदः ॥२३९॥ तेनैव विधिना चक्री विशत्यस्यां चमूवृतः । आत्मा कर्मावृतो मातुः कुक्षाविव शिवाप्तये ॥२४०॥ मंडलान्यालिखन् भित्त्यो-नद्यावुत्तीर्य ते उभे ।
निर्याति याम्यद्वारेणो-द्घाटिताररिणा स्वयं ॥२४॥ ननु च - तमिस्रया प्रविशति विनिर्गच्छिति चक्रभृत् ।
खंडप्रपातया तत्र किं कारणमिहोच्यते ॥२४२॥ एवं दिग्विजयः सृष्ट्या कृतः स्याद्यच्च शोभनं ।
कार्यं तत्क्रियते सृष्ट्या सूदकं स्यात्तथा च तत् ॥२४३॥ ચક્રી અત્યંત સત્કારપૂર્વક તેને રજા આપે એટલે તે પણ પોતાના આવાસમાં આવી, સ્નાન ભોજન કરીને આનંદપૂર્વક રહે. ૨૩૭.
ફરી સેનાનીને બોલાવીને ચકી આજ્ઞા કરે કે–“હે સેનાની ! ખંડપ્રપાતા ગુફાના ઉત્તર બાજુના દ્વારને ઉઘાડો. ૨૩૮
સેનાની પણ તમિસ્રાગુફાના દંક્ષિણ દિશાના દ્વાર ઉઘાડવા માટે જે વિધિ કર્યો હતો તે સર્વ વિધિ દ્વારા આ દ્વાર પણ ઉઘાડે. ૨૩૯.
પછી ચક્રી પણ પૂર્વોક્ત વિધિ પ્રમાણે જેમ મોક્ષ પ્રાપ્તિ માટે કર્માવૃત એવો આત્મા માતાની કુક્ષિમાં પ્રવેશ કરે તેમ સેનાસહિત તેમાં પ્રવેશ કરે. ૨૪૦.
અંદરની બંને ભીંતો ઉપર મંડળો આળેખીને, બંને નદીઓ ઉતરીને, પોતાની મેળે ઉઘડી ગયેલા બારણાવાળા દક્ષિણબાજુના દ્વારવડે ચક્રી, સેના સહિત ગુફાની બહાર નીકળે. ૨૪૧.
પ્રશ્ન :- ચક્રી તમિગ્રા ગુફા વડે પ્રવેશ કરે અને ખંડપ્રપાતાવડે નીકળે તેનું શું કારણ ?
ઉત્તર :- “લોકમાં પણ જે શુભ કાર્ય હોય, તે સર્વ સૃષ્ટિના ક્રમવડે જ કરાય છે. તે પ્રમાણે કરવાથી તે કાર્યનું પરિણામ સારું આવે છે, તેથી સર્વ ચક્રીઓ, ઉપર કહેલા ક્રમવડે જ વિજયને માટે ૧ મોક્ષપ્રાપ્તિ મનુષ્યભવ વિના થઈ શકતી નથી, તેથી મનુષ્યપણાની પ્રાપ્તિ માટે ગર્ભપ્રવેશ કરવો પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org