________________
નવનિધાનની પ્રાપ્તિ
૪૫૩
तत्पूर्वोक्तक्रमेणैवो-पक्रमते जयाय ते । प्रवर्तयेत्तानेवं हि चक्रं तन्मार्गदेशकं ॥२४४॥ स्कंधावारं निवेश्याथ गंगायाः पश्चिमे तटे । अष्टमं कुरुते चक्री निधानानि नव स्मरन् ॥२४५॥ अथाष्टमपरीपाके निधीनामधिदेवताः । प्रत्यक्षीभूय शंसंति नत्वैवं चक्रवर्तिनं ॥२४६॥ भवता भूरिभाग्येन वयं स्वामिन् वशीकृताः । . भृत्यानस्मान्निधींश्चैता-नवापि स्वीकुरु प्रभो ॥२४७॥ यथेच्छमुपयुक्ष्वामं-स्त्वदायत्तानथ प्रभो । स्वैरं नियोजयास्मांश्च किंकरान्निधिरक्षकान् ॥२४८।। वशीकृतनिधिश्चक्री ततः पूर्णीकृताष्टमः । स्नातभुक्तो निधानानां विधत्तेऽष्टाहिकोत्सवं ॥२४९।। कदाचिदथ सेनान्य-माहूयाज्ञपयत्यसौ । अपाच्यभरतार्धस्थ-गंगानिष्कुटसाधनं ॥२५०॥
યત્ન કરે છે અને તેમને માર્ગ દેખાડનાર ચક્રરત્ન પણ તેમને એજ રીતે પ્રવર્તાવે છે.” ૨૪૨-૨૪૪. - હવે ચક્રવર્તી ગંગાના પશ્ચિમ કિનારે લશ્કરનો પડાવ કરીને નવ નિધાનનું સ્મરણપૂર્વક અક્રમ ४२. २४५.
અક્રમ પૂર્ણ થતાં નવનિધિના અધિષ્ઠાયક દેવો પ્રગટ થઈને ચક્રવર્તીને નમસ્કાર કરી આ પ્રમાણે કહે કે- “હે સ્વામિન્ ! અત્યંત ભાગ્યવાળા એવા તમે અમને વશ કર્યા છે, તો હવે હે પ્રભો ! સેવક એવા અમારો અને આ નવે નિધાનોનો તમે સ્વીકાર કરો. ૨૪૬-૨૪૭.
હે પ્રભો ! આ તમારે વશ એવા નિધાનોનો ઈચ્છા મુજબ ઉપયોગ (ઉપભોગ) કરો, અને તમે તે નિધિના રક્ષકો, જે તમારા સેવકો છીએ તેને સ્વેચ્છાએ આપના કાર્યમાં જોડી ઘો.” ૨૪૮.
વશ થયેલા છે નિધિ જેને એવા ચક્રી, અક્રમ પૂર્ણ થયા બાદ સ્નાન–ભોજનાદિ કરીને તે નિધાનો સંબંધી અષ્ટાદ્ધિકોત્સવ કરે. ૨૪૯.
અન્યદા ચકી સેનાનીને બોલાવીને આજ્ઞા કરે કે “દક્ષિણ ભરતાર્ધમાં રહેલા ગંગા નિષ્કટને સાધી मावो.' २५०.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org