________________
४८४
કાલલોક-સર્ગ ૩૧
गृह एव निषिद्धोऽयं चंद्रमाः सन्मुखस्थितः । प्रासादनृपसौधश्री-गृहेषु त्वग्रगः शुभः ॥४२७॥ गुरुशिष्यादिवत्तारा वात्रापि विवेकिभिः ।
तृतीया पंचमी चापि सप्तमी चापराः शुभाः ॥४२८॥ तथोक्तं- गणयेत्स्वामिनक्षत्रा-द्यावद्धिष्ण्यं गृहस्य च ।
नवभिस्तु हरेद्भागं शेषं तारा प्रकीर्त्तिता ॥४२९॥ शांता १ मनोरमा २ क्रूरा ३ विजया ४ कलहोद्भवा ५ । पद्मिनी ६ राक्षसी ७ वीरा' ८ आनंदा ९ चेति तारकाः ॥४३०॥
| કૃતિ નક્ષત્ર છે. नक्षत्रांकेऽष्टभिर्भक्ते शेषांकेन व्ययो भवेत् । भागाप्राप्तावथाष्टाभि-आँक एव व्ययो भवेत् ॥४३१॥ स्यात्रिधासौ च पैशाचो राक्षसो यक्ष एव च ।
आयेन तुल्योऽभ्यधिको न्यूनश्शायाद्यथाक्रमं ॥४३२॥ આ સન્મુખ રહેલો ચન્દ્ર ઘરને વિષે જ નિષેધ કરેલો છે, પરંતુ પ્રાસાદ (ચંત્ય), રાજમહેલ અને ખજાનાના ઘરને (ભંડાર) વિષે તો સન્મુખ રહેલો ચન્દ્ર શુભ કહેલો છે. ૪૨૭.
આ ઘરની બાબતમાં વિવેકી પુરુષોએ ગુરુ-શિષ્યાદિના સંબંધમાં જેમ અશુભ તારા વર્જવાના છે, તેમ ત્રીજી, પાંચમી અને સાતમી તારા વર્જવા લાયક છે. તે સિવાયની બીજી તારાઓ શુભ છે. ૪૨૮.
તે વિષે કહ્યું છે કે–“ગૃહસ્વામીના નક્ષત્રથી ઘરનું જન્મનક્ષત્ર ગણવું. જે સંખ્યા આવે તેને નવથી ભાગ દેવો. બાકી જે રહે તે (તેટલામી) તારા કહેલી છે. ૪૨૯.
તેના નામ આ પ્રમાણે-શાંતા ૧, મનોરમાં ૨, ફૂરા ૩, વિજયા ૪, કલહોભવા (કલેશ કરનારી) ૫, પધિની ૬, રાક્ષસી ૭, વીરા ૮ અને આનંદા ૯. ૪૩૦.
ઈતિ નક્ષત્રવિચાર
હવે વ્યય કહે છે–નક્ષત્રના અંકને આઠથી ભાગતા જે શેષ રહે, તે વ્યય કહેવાય છે. તેમાં જો આઠથી ભાગ ન ચાલે, તો તે નક્ષત્રનો અંક જ વ્યય કહેવાય છે. ૪૩૧.
તે વ્યય ત્રણ પ્રકારનો છે–પૈશાચ ૧, રાક્ષસ ૨ અને યક્ષ ૩. તેમાં આયની તુલ્ય વ્યય હોય, તો તે પૈશાચ કહેવાય છે. આયથી અધિક હોય, તો તે રાક્ષસ કહેવાય છે અને આયથી ન્યૂન હોય, તો યક્ષ કહેવાય છે. ૪૩૨.
૧ વાલા ઈતિ પાઠ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org