Book Title: Lokprakash Part 04
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai

View full book text
Previous | Next

Page 550
________________ વાસુદેવના બળ ઉપર દૃષ્ટાંત તથા કોટિશિલાનું વર્ણન षोडशाशेषसैन्याढ्याः पार्थिवानां सहस्रकाः । आकर्षत्यंधुकंठस्थं बद्धं शृंखलया हरिं ॥ ५९३ ॥ नौठौपपीडं स्वं स्थाम प्रयुंजाना अपीशते । पदाच्चालयितुं ते तं महीधरमिव द्विपाः ॥ ५९४॥ स तु तान् शृंखलाप्रांत - विलग्नान् कीटकानिव । तांबूलभक्षणव्याजा-दाकर्षत्येकहेलया ।।५९५ ।। बलमेवंविधं कोटि- शिलोत्क्षेपक्षमं भवेत् । विष्णूनां द्विगुणं तेभ्यो बलं स्याच्चक्रवर्त्तिनां ॥ ५९६ ॥ अगोचरं जगद्वाचा - मनंतं बलमर्हतां । प्रकंप्य मेरुं बाल्येऽपि महावीरेण दर्शितं ॥ ५९७॥ घनश्यामस्निग्धवर्णा- धिष्ठिता देवतागणैः । शिला कोटिशिला याम्य- भरतार्द्धे भवेदिह ॥५९८॥ ચંદ્રને: કુંળુમોપેતે-રર્વિતા મુમોરૈ:। सा शिला भाति देवीव भूषणैर्भूषिताभित: ।। ५९९॥ વાસુદેવના બળ ઉપર દૃષ્ટાંત આપે છે—સોળ હજાર રાજાઓ પોતાના સર્વ સૈન્ય સાથે એક કૂવાને સામે કાંઠે રહેલા વાસુદેવને સાંકળવડે બાંધીને, હોઠ ભીંસીને પોતાના બળનો ઉપયોગ કરે, તો પણ જેમ હાથી પર્વતને ચલાવી શકે નહીં, તેમ એક પગલા જેટલું પણ વાસુદેવને ચલાવી શકે નહીં. ૫૯૩-૫૯૪. ૫૧૫ અને વાસુદેવ તાંબૂલ ખાવાને બ્હાને ૨મતમાત્રમાં ખેંચે તો તે શૃંખલાના પ્રાંત ભાગ સાથે વળગેલા તે સર્વને કીડાની જેમ પાડી દે. ૫૯૫. આ પ્રકારનું વાસુદેવોનું બળ કોટિશિલાને ઉપાડવાને સમર્થ થાય છે. વાસુદેવથી બમણું બળ ચક્રવર્તીનું હોય છે. ૫૯૬. જગતની વાણીને અગોચર અનંતબળ અરિહંતનું હોય છે. કે જે બળ, બાળપણામાં મેરુને કંપાવીને મહાવીરે બતાવ્યું હતું. ૫૯૭. મેઘના જેવા અત્યંત શ્યામ ને સ્નિગ્ધવર્ણવાળી, દેવતાઓના સમૂહથી અધિષ્ઠિત કોટિશિલા નામની શિલા દક્ષિણ ભરતાર્ધમાં હોય છે. ૫૯૮. Jain Education International કેશરયુક્ત ચંદન અને પુષ્પના સમૂહથી પૂજેલી તે શિલા, ચારે બાજુથી ભૂષણોવડે શોભતી દેવીની જેમ શોભે છે. ૫૯૯. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564