Book Title: Lokprakash Part 04
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai

View full book text
Previous | Next

Page 553
________________ ૫૧૮ કાલલોક-સર્ગ ૩૧ तथोक्तं रामचरित्रे तत्कालीननारदस्वरूपं - मरुत्तो रावणं नत्वो-वाच कोऽयं कृपानिधिः । पापादमुष्माद्यो ह्यस्मां-स्त्वया स्वामिन्यवारयत् ॥६१४॥ आचख्यौ रावणोऽप्यासी-नाम्ना ब्रह्मरुचिर्द्विजः । तापसस्याभवत्तस्य भार्या कूर्मीति गुळभूत् ॥६१५॥ तत्रैयुः साधवोऽन्येधु-स्तेष्वेकः साधुरब्रवीत् । भवभीत्या गृहवास-स्त्यक्तो यत्साधु साधु तत् ॥६१६।। भूयः सदारसंगस्य विषयैर्लुब्धचेतसः । गृहवासाद्वनवासः कथं नाम विशिष्यते ॥६१७॥ श्रुत्वा ब्रह्मरुचिस्तत्तु प्रपन्नजिनशासनः । तदैव प्रावजत्सा च कूर्म्यभूच्छ्राविका परा ॥६१८॥ मिथ्यात्ववर्जिता तत्र सा वसंत्याश्रमे सूतं । सुषुवे नारदं नाम रोदनादिविवर्जितं ॥६१९॥ गतायाश्चान्यतस्तस्या-स्तं जहुर्तृभिकामराः । पुत्रशोकादिंदुमाला-यांतिके प्राव्रजच्च सा ॥६२०।। - શ્રી રામચરિત્રમાં તેના વખતમાં થયેલા નારદનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે- “મરુત્ત રાજા રાવણને નમીને પૂછે છે કે–હે સ્વામિન્ ! આ કૃપાનિધિ કોણ છે, કે જેણે તમારી સાથે આવીને આ મહાપાપથી મને નિવાર્યો ? ૧૪. ત્યારે રાવણ કહે છે કે–‘બ્રહ્મરુચિ નામનો બ્રાહ્મણ તાપસ થયેલો હતો. તેને કૂર્મી નામની સ્ત્રી હતી, તે સગર્ભા થઈ. ૬૧૫. ત્યાં અન્યદા કોઈ સાધુ આવ્યા. તેમાંથી એક સાધુ બોલ્યા ક–“સંસારના ભયથી જેણે સારી રીતે ગૃહવાસ તજ્યો હોય તે સારું છે, પરંતુ તે સાધુ પણ જો વિષયમાં લુબ્ધચિત્તવાળો થઈને, ફરીને સ્વદારાનો સંગ કરે, તો ગૃહવાસથી વનવાસમાં વિશેષ શું ?' ૬૧૬-૬૧૭, તે સાંભળીને બ્રહ્મચિ પ્રતિબોધ પામ્યા. તેમણે જિનશાસન સ્વીકાર્યું અને તરત જ તે મુનિ પાસે દીક્ષા લીધી; તથા કૂર્મી શ્રેષ્ઠ શ્રાવિકા થઈ. ૧૮. મિથ્યાત્વરહિતપણે તે આશ્રમમાં વસતાં તેણીએ પુત્રને જન્મ આપ્યો, તેનું નામ જન્મ વખતે રુદન ન કરવાના કારણે નારદ સ્થાપ્યું. ૧૯. કૂર્મી કાંઈક આઘીપાછી ગઈ તેવા અવસરે, તે બાળકને જંભક દેવો (પૂર્વભવના સ્નેહથી) ઉપાડી ગયા. પુત્રવિરહના શોકથી તેણે ઇંદુમાળા આર્યાની પાસે ચારિત્ર લીધું. ૨૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564