________________
४८७
વાસ્તદિશા
भाद्रादिमासत्रितये दिक्षु पूर्वादिषु क्रमात् । मार्गादिमासत्रितये दिक्षु स्युर्दक्षिणादिषु ॥४४३॥ फाल्गुनादित्रये तु स्यु-दिक्षु ते पश्चिमादिषु ।। ज्येष्ठादिषु त्रिषूदीच्या-दीनां चतुष्टये दिशां ॥४४४॥ कर्त्तव्यो वास्तुनः कुक्षौ प्रथमं खननोद्यमः ।
यथा स्यात्सुखसंपत्ति-वैपरीत्ये विपर्ययः ॥४४५॥ तथोक्तं - शिरः खनेन्मातृपितृनिहन्यात् खनेच्च पृष्ठे भयरोगपीडाः । पुच्छं खनेत् स्त्रीशुभगोत्रहानिः स्त्रीपुत्ररत्नान्नवसूनि कुक्षौ ॥४४६॥
રૂતિ વાસ્તુનો દિપ્રિયમ: | દબાવીને સુતેલો છે. તેનું મસ્તક ૧, પૃષ્ઠ ૨, પુચ્છ ૩ અને કુક્ષિ ૪ આ ચાર અવયવો અનુક્રમે ભાદ્રપદાદિ ત્રણ ત્રણ માસમાં પૂર્વાદિ દિશાના અનુક્રમે હોય છે. એટલે કે–ભાદ્રપદ, આશ્વિન અને કાર્તિક એ ત્રણ માસમાં વાસ્તુપુરુષનું મસ્તક પૂર્વ દિશામાં હોય છે. પૃષ્ઠ દક્ષિણ દિશામાં, પુચ્છ પશ્ચિમ દિશામાં અને કુષિ ઉત્તર દિશામાં હોય છે. એ જ રીતે માર્ગાદિ ત્રણ માસ એટલે માર્ગશીર્ષ, પોષ અને માઘ માસમાં દક્ષિણાદિ દિશામાં હોય છે. એટલે કે–દક્ષિણ દિશામાં મસ્તક, પશ્ચિમ દિશામાં પૃષ્ઠ, ઉત્તર દિશામાં પુચ્છ અને પૂર્વ દિશામાં વાસ્તુપુરુષની કુક્ષિ રહેલી હોય છે. એ જ રીતે ફાલ્યુનાદિ ત્રણ માસમાં પશ્ચિમાદિ ચાર દિશામાં હોય છે. એટલે કે ફાગણ, ચૈત્ર અને વૈશાખ એ ત્રણ માસમાં વાસ્તુપુરુષનું મસ્તક પશ્ચિમ દિશામાં, પૃષ્ઠ ઉત્તર દિશામાં, પુચ્છ પૂર્વદિશામાં અને કુક્ષિ દક્ષિણ દિશામાં હોય છે. એ જ રીતે જ્યેષ્ઠાદિ ત્રણ માસમાં ઉત્તરાદિ ચાર દિશામાં હોય છે. એટલે કે–જ્યેષ્ઠ, અષાઢ અને શ્રાવણ માસમાં વાસ્તુપુરુષનું મસ્તક ઉત્તરદિશામાં, પૃષ્ઠ પૂર્વદિશામાં, પુચ્છ દક્ષિણ દિશામાં અને કુક્ષિ પશ્ચિમ દિશામાં હોય છે. ૪૪૨-૪૪૪.
અહીં વાસ્તુની કુક્ષિને વિષે પ્રથમ ખોદવાનો ઉદ્યમ કરવો (ખાત કરવું). તેથી સુખસંપત્તિ પ્રાપ્ત થાય છે અને વિપરીત કરવાથી વિપર્યય થાય છે. એટલે કુક્ષિ સિવાય બીજા અવયવમાં ખાત કરે, તો તે અશુભ ફળને આપનાર થાય છે. ૪૪૫. - તે વિષે કહ્યું છે કે-“વાસ્તુપુરૂષના મસ્તકે ખાત કરવામાં આવે તો ઘરધણીના માતાપિતા મરણ પામે, પૃષ્ઠ ઉપર ખાતે કરવાથી ભય, રોગ અને પીડા ઉત્પન્ન થાય, પુચ્છ ખોદવાથી સ્ત્રી, શુભ અને ગોત્ર (કુળ)ની હાનિ-નાશ થાય અને કુલિમાં ખાત કરવાથી સ્ત્રી, પુત્ર, રત્ન, અન્ન અને ધનની પ્રાપ્તિ થાય છે. ૪૪૬.
ઈતિ વાસ્તદિશા નિયમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org