Book Title: Lokprakash Part 04
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai

View full book text
Previous | Next

Page 533
________________ ૪૯૮ કાલલોક-સર્ગ ૩૧ सुकुलोत्थ: सुजातिश्च शुचिः शास्त्रोक्तलक्षणः ।। तनुस्निग्धोल्लसद्रोमा मेधावी भद्रकोऽल्परुट् ॥४८८॥ अंभ:पंकाग्निपाषाण-वालुकोल्लंघने पटुः । अद्रिगर्तादिविषम-पथे जितपरिश्रमः ॥४८९॥ लत्ताघातास्यदंशादि-दुष्टचेष्टाविवर्जितः । रिपुष्वतर्कितापाती-स्यात्सुशिष्यवदाश्रयः ।।४९०॥ कालहेषी रक्ततालु-जिह्वो जितपरीषहः । निद्रालुः सर्वदा जाग-रूकश्च समरांगणे ॥४९१॥ तथोक्तं - सदैव निद्रावशगा निद्राछेदश्च वाजिनां । जायते संगरे प्राप्ते कर्करस्य च भक्षणे ॥४९२॥ तथारोहकसर्वांग-सुखावहवपुर्गतिः। प्रशस्तद्वादशावतॊ-ऽनश्रुपाती श्रमेऽपि हि ॥४९३॥ સપ્તમ: વન | વળી તે અશ્વ સારા કુળમાં ઉત્પન્ન થયેલ, સુજાતિવાનું, શુચિ અને શાસ્ત્રોક્ત લક્ષણવાળો હોય છે. પાતળા, સ્નિગ્ધ અને ઉલ્લભાયમાન રોમવાળો, મેધાવી, ભદ્રક અને અલ્પ ક્રોધવાળો હોય છે. ૪૮૮. પાણી, કાદવ, અગ્નિ, પાષાણ અને રેતીનું ઉલ્લંઘન કરવામાં ચતુર હોય છે. પર્વત, ખાડા વિગેરે વિષમ પંથમાં પણ પરિશ્રમને જીતનાર અર્થાત્ વિના પરિશ્રમે તેને ઉલ્લંઘનાર હોય છે. ૪૮૯. લતાઘાત (પાટુ મારવી) અને આચદંશ (કરડવું) વિગેરે દુષ્ટ ચેષ્ટારહિત હોય છે. શત્રુઓને વિષે અતર્કિત આપાત કરનાર હોય છે. અને સુશિષ્યના આશ્રય જેવો હોય છે. ૪૯૦. અમુક કાળે હેકારવ કરનાર (કાળોષી), રક્ત તાળુ અને જિલ્લાવાળો, પરિષહને જીતનારો, નિરંતર નિદ્રાળુ અને સમરાંગણમાં સદા જાગૃત રહેનારો હોય છે. ૪૯૧. કહ્યું છે કે–“અથ્વો સદૈવ નિદ્રાવશ હોય છે. તેમનો નિદ્રાછેદ સંગ્રામમાં અને ખાવામાં કાંકરો આવે ત્યારે થાય છે.” ૪૯૨. આરોહણ કરનારને સર્વાગ સુખ આપે તેવી શરીરની ગતિવાળો, પ્રશસ્ત એવા બાર આવર્તવાળો અને શ્રમ વખતે પણ આંસુ ન પાડે તેવો હોય છે. ૪૯૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564