________________
અશ્વરને
૪૯૭
इत्यश्वरत्नमाश्रित्य निर्दिष्टं मानमागमे । लोके त्वन्योत्तमहया-पेक्षयेदं तदीरितं ॥४८॥ जधन्यमध्यश्रेष्ठाना-मश्वानामायतिर्भवेत् । अंगुलानां शतं हीनं विंशत्या दशभिस्त्रिभिः ॥४८२॥ परिणाहोंगुलानि स्या-त्सप्ततिः सप्तसप्ततिः । एकाशीतिः समासेन त्रिविधोऽयं यथाक्रमं ॥४८३।। तथा षष्टिश्चतुःषष्टि-रष्टषष्टिः समुच्छ्रयः । द्विपंचसप्तकयुता विंशतिः स्यान्मुखायतिः ॥४८४॥ इत्यादि । पृष्ठं तस्य भवेदीष-त्रतं मृदुलमांसलं । सल्लक्षणं कशावेत्र-लताद्याघातवर्जितं ॥४८५॥ अश्वोचितानेकरत्न-स्वर्णालंकारभासुरः । भवत्यसौ च निर्दोषा-रौद्रपक्ष्मललोचनः ॥४८६॥ उदात्तगतिवेगेन मन:पवनता_जित् ।
मृणालांभोनिश्रयापि लाघवेन समुत्पतन् ॥४८७॥ આ પ્રમાણને માન આગમમાં અશ્વરત્નને આશ્રયીને કહ્યું છે. લોકમાં તો ઉત્તમ અશ્વને આશ્રયીને આ પ્રમાણે માન કહ્યું છે. જધન્ય, મધ્યમ અને શ્રેષ્ઠ અશ્વની લંબાઈનું માન સોમાં વીશ, દશ ને ત્રણ આંગળ ઓછું કહ્યું છે. એટલે જધન્યનું ૮૦, મધ્યનું ૯૦ને શ્રેષ્ઠનું ૯૭ આંગળ સમજવું. ૪૮૧–૪૮૨.
પરિણાહ–જધન્ય, મધ્યમ ને શ્રેષ્ઠના ૭૦-૭૭ ને ૮૧ આંગળના અનુક્રમે સંક્ષેપથી કહેલ છે. ૪૮૩.
તથા ૬૦-૬૪ ને ૬૮ આંગળ મુખની ઊંચાઈ હોય છે અને લંબાઈ ૨૨-૨૫ ને ૨૭ આંગળ હોય છે. ૪૮૪. ઈત્યાદિ.
તેની પીઠ કાંઈક નમેલી, મૃદુ, માંસલ, સારા લક્ષણવાળી અને ચાબુક, વેત્ર કે લતાના આઘાતરહિત હોય છે. ૪૮૫.
અશ્વને ઉચિત એવા અનેક રત્ન અને સ્વર્ણના અલંકારો વડે શોભતો હોય છે, અને નિર્દોષ તથા અરૌદ્ર પાંપણયુક્ત નેત્રવાળો હોય છે. ૪૮૬. - ઉદાત્ત એવી ગતિના વેગ વડે મન, પવન અને ગરુડને પણ જીતે એવો હોય છે. મૃણાલ અને જળનો આશ્રય કરીને પણ તે એકદમ લઘુલાઘવીકળાવડે કુદી જનાર હોય છે. ૪૮૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org