________________
સ્ત્રીરત્ન
द्वादशावर्त्ताचे वराहोक्ता :
ये प्रपाणगलकर्णसंस्थिताः पृष्ठमध्यनयनोपरिस्थिताः ।
ओष्ठसक्थिभुजकुक्षिपार्श्वगा - स्ते ललाटसहिताः सुशोभनाः || ४९४ ||
अत्र प्रपाणमुत्तरोष्ठतलं सक्थिनी पाश्चात्यपादयोर्जानूपरिभागाः, कुक्षिरत्र वामो, दक्षिणकुक्ष्यावर्त्तस्य गर्हितत्वात् अत्र कर्णनयनादिस्थानानां द्विसंख्याकत्वेऽपि जात्यपेक्षया द्वादशैव स्थानानि, स्थानभेदानुसारेण स्थानिभेदा अपि द्वादशैवेति ।
तत्र कंठे स्थितोऽश्वानां स्याद्देवमणिसंज्ञकः ।
महालक्षणमावर्त्तः केषांचित्पुण्यशालिनां ॥। ४९५ ॥ इत्यश्वरनं ॥ स्त्रीरत्नं च भवेत्सर्व-नारीवर्गशिरोमणिः । रूपलक्षणसंयुक्ता मानोन्मानप्रमाणयुक् ॥४९६॥ अवर्द्धिष्णुरोमनखा सदा संस्थितयौवना । आशुस्पर्शमहिम्ना च सर्वरोगोपशांतिकृत् ॥४९७॥ बलवृद्धिकरी भोक्तुः सर्वर्त्तुषु सुखावहा । शीतकाले भवत्युष्णा ग्रीष्मकाले च शीतला ॥ ४९८॥
૪૯૯
અશ્વો ઉપર બાર આવત્ત વરાહે આ પ્રમાણે કહ્યા છે—૧ પ્રપાણ, ૨ ગળસંસ્થિત, ૩ કર્ણસંસ્થિત, ૪ પૃષ્ઠોપરિ, ૫ મધ્યોપરિ, 5 નયનોપરિ, ૭ ઓષ્ઠ, ૮ સક્થિ, ૯ ભુજાઉપર, ૧૦ કુક્ષિઉપ૨, ૧૧ પડખામાં અને ૧૨ લલાટ ઉપર સારા શોભતા હોય.' ૪૯૪.
અહીં પ્રપાણ તે ઉત્તરોષ્ઠનું તળ સમજવું. સક્થિ એટલે પછવાડેના બે પગના જાનુનો ઉપરનો ભાગ સમજવો. કુક્ષિ તે અહીં વામ બાજુની સમજવી—દક્ષિણ કુક્ષિનો આવર્ત તો નિંદિત ગણાય છે. અહીં કર્ણનયનાદિ સ્થાન બે બે ની સંખ્યાવાળા હોય છે, છતાં જાતિની અપેક્ષાએ બાર સ્થાનો જાણવા.
સ્થાનભેદના અનુસારે અહીં સ્થાની ભેદો પણ બાર જ સમજવા.
તેમાં અશ્વના કંઠ ઉપર રહેલો દેવમણિ નામનો મહાલક્ષણવાળો આવર્ત કોઈ પુણ્યશાળી અશ્વને જ હોય છે. ૪૯૫. ઈતિ અશ્વરત્ન.
૭. સ્ત્રીરત્ન–સર્વ નારીવર્ગમાં શિરોમણિ હોય છે. રૂપલક્ષણ સંયુક્ત અને માનોન્માન પ્રમાણયુક્ત હોય છે. ૪૯૬.
રોમ અને નખ ન વધે તેવી, સદા અવસ્થિત યૌવનવાળી, સ્પર્શના મહિમાથી શીઘ્રપણે સર્વ રોગની શાંતિ કરનારી હોય છે. ૪૯૭.
ભોક્તાના બળની વૃદ્ધિ કરનાર, સર્વ ઋતુમાં સુખ આપનાર, શીતકાળે ઉષ્ણ અને ઉષ્ણકાળે શીત સ્પર્શવાળી હોય છે. ૪૯૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org