Book Title: Lokprakash Part 04
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai

View full book text
Previous | Next

Page 540
________________ ચક્રીનાં નિધાનો અંગે વિશેષ नवयोजनविस्तीर्णा द्वादशयोजनायता: । उच्छ्रिता योजनान्यष्टा-वष्टचक्रप्रतिष्ठिताः ॥५३४ ।। सौवर्णा विविधै रत्नैः पूर्णा वैडूर्यरत्नजै: । પાશ્ચારુચના મળીયેરતંતા: રૂ। निंधिनामसमाख्यानां पल्यायुष्कसुधाभुजां । आवासास्ते महर्द्धानां सदा स्युर्जाह्नवीमुखे ॥ ५३६ ॥ चक्रवर्तिनि चोत्पन्ने तद्भाग्येन वशीकृताः । वर्षं जित्वा वलमानं गृहान् प्रत्यनुयांति तं ॥५३७॥ तथोक्तमृषभचरिते इत्यूचुस्ते वयं गंगा - मुखमागधवासिनः । आगतास्त्वां महाभाग त्वद्भाग्येन वशीकृताः ॥५३८ ॥ पातालमार्गेणायांति तिष्ठंति च पुराद्बहिः । तेषां : नगरतुल्यानां पुर्यामनवकाशतः ॥५३९॥ એ નિધાનો નવ યોજન પહોળા, બાર યોજન લાંબા, આઠ યોજન ઊંચા અને આઠ ચક્ર ઉપર રહેલ હોય છે. ૫૩૪. ૫૦૫ એ નિધાનો સુવર્ણના હોય છે, વિવિધ રત્નોથી પૂર્ણ હોય છે, સુંદર રચનાથી રમણીય અને વૈર્યરત્નથી બનાવેલા એવા તેના કપાટો હોય છે. ૫૩૫. તે નિધિના નામ સમાન નામવાળા, પલ્યોપમના આયુષ્યવાળા અને મહર્દિક એવા તે નિધિના અધિષ્ઠાતા દેવોના આવાસો ગંગા નદીના મુખ પાસે (કિનારે) હોય છે. ૫૩૬. Jain Education International જ્યારે ચક્રી ઉત્પન્ન થાય, ત્યારે તેના ભાગ્યવડે વશીકૃત થયેલા તે નિધિ, તે ક્ષેત્ર જીતીને પાછા વળતા એવા ચક્રીની પાછળ ચાલે છે. ૫૩૭. શ્રી ઋષભચરિત્રમાં કહ્યું છે કે, તે નિધિઓ ચક્રીને કહે છે કે—‘હે મહાભાગ્યવાન, અમે ગંગાના મુખ પાસે રહેનારા છીએ અને તમારા ભાગ્યથી વશ થયેલા અમે તમારી પાસે આવ્યા છીએ.' ૫૩૮. તેઓ પાતાળ માર્ગે ચક્રવર્તીની પાછળ ચાલે છે અને નગરની બહાર રહે છે, કેમકે રાજધાનીના પ્રમાણ જેટલા વિસ્તારવાળા તે એકેક નિધાન હોવાથી તેનો નગરમાં નિવાસ શી રીતે થઈ શકે ? ૫૩૯. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564