________________
૪૯૦
કાલલોક-સર્ગ ૩૧ आपा ३३ पवत्सा ३४ वीशाने, सावित्रः ३५ सविता ३६ निगौ । इंद्र ३७ इंद्रजयो ३८ ऽन्यस्मिन् वायौ रुद्रश्च ३९ रुद्रराट् ४० ॥४५७॥ मध्ये ब्रह्मास्य ४१ चत्वारो देवाः प्राच्यादिदिग्गताः । अर्यमाख्यो ४२ विवस्वांश्च ४३ मैत्रः ४४ पृथ्वीधरः ४५ क्रमात् ॥४५८॥ ईशकोणादितो बाह्ये चरकी १ च विदारिका २ । पूतना ३ पापा ४ राक्षस्यो हेतुकाद्याश्च निष्पदाः ॥४५९॥ चतुष्पष्टिपदे वास्तु मध्ये ब्रह्मा चतुष्पदः । अर्यमाद्याश्चतुर्भागा द्विद्व्यंशा मध्यकोणगा: ॥४६०॥ बहिःकोणेष्वर्द्धभागाः शेषा एकपदाः सुराः ।। एकाशीतिपदे ब्रह्मा नवार्याद्यास्तु षट्पदाः ॥४६॥ द्विपदा मध्यकोणेऽष्टौ बाह्ये द्वात्रिंशदेकशः । शते ब्रह्माष्टसंख्यांशो बाह्यकोणेषु सार्द्धकौ ॥४६२॥
સ્થાપવા, અગ્નિ ખૂણામાં સાવિત્ર ૩૫ અને સવિતા ૩૬ એ બે દેવો સ્થાપવા. નૈઋત ખૂણામાં ઈન્દ્ર ૩૭ અને ઈન્દ્રજય ૩૮ એ બે દેવો સ્થાપવા અને વાયવ્ય ખૂણામાં રુદ્ર ૩૯ અને રુદ્રરાટ ૪૦. એ બે દેવો સ્થાપવા. પછી બરાબર મધ્ય ભાગમાં બ્રહ્મા ૪૧ સ્થાપવા. તેની પૂર્વાદિ ચાર દિશામાં અર્યમાં ૪૨; વિવસ્વાન ૪૩, મૈત્ર ૪૪ અને પૃથ્વીધર ૪૫-એ ચાર દેવો અનુક્રમે સ્થાપવા. ૪૫૪-૪૫૮.
તે ઉપરાંત મંડળની બહાર ઈશાન વિગેરે ખૂણામાં અનુક્રમે ચરકી ૧, વિદારિકા ૨, પૂતના ૩ અને પાપા ૪ એ ચાર રાક્ષસીઓ શસ્ત્ર સહિત સ્થાપવી. આ ચાર રાક્ષસીઓ પદ (ભાવ) રહિત છે. (એટલે કે વાસ્તુની ભૂમિમાં તેમનું સ્થાન નથી. તેથી અલગ જ છે.) અહીં વાસ્તુ ક્ષેત્રના ચોસઠ પદ કરીએ ત્યારે મધ્યમાં રહેલા બ્રહ્માના ચાર પદ (ભાગ) જાણવા, અર્યમા વિગેરે ચાર દેવોના દરેકના ચાર ચાર પદ જાણવા. મધ્યના ખૂણામાં રહેલા આઠ દેવોના દરેકના બે—બે ભાગ જાણવા. બહારના ખૂણામાં રહેલા આઠ દેવોનો દરેકનો અર્ધ અર્ધ ભાગ જાણવો. તથા બાકીના ચોવીશ દેવોનો દરેકનો એક એક ભાગ જાણવો (કુલ ૬૪ પદ થાય છે.) - હવે વાસ્તુક્ષેત્રમાં એકાશી પદનું મંડલ કરીએ ત્યારે બ્રહ્માના નવ પદ (૯), અર્યમા વિગેરે ચારના છ છ પદ (૨૪), મધ્યના ચાર ખૂણાના આઠ દેવોના બે બે પદ (૧૬) તથા બહારના બત્રીશ દેવોનું એક એક પદ (૩૨) છે. (કુલ ૮૧ પદ થાય છે.)
હવે વાસ્તુક્ષેત્રમાં સો પદનું મંડલ કરીએ ત્યારે બ્રહ્માના ૧૬, અર્યમાદિ ચારના આઠ આઠ હોવાથી ૩૨, મધ્ય ખૂણાના આઠના બે-બે હોવાથી ૧૬, બહારના ખૂણાના આઠના દોઢ દોઢ હોવાથી ૧૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org