________________
૪૮૬
तथा वैशाखे श्रावणे मार्गे पौषे फाल्गुन एव च ।
कुर्वीत वास्तुप्रारंभं न तु शेषेषु सप्तसु ॥४३८||
एते तूक्ताश्चंद्रमासाः शुक्लप्रतिपदादिका: । सौरमासांश्चैवमाहुः सूर्यसंक्रांतिचिह्नितान् ॥४३९॥ धामारभेतोत्तरद्दक्षिणास्यं तुलालिमेषर्षभभाजि भानौ । प्राक् पश्चिमास्यं मृगकर्ककुंभ - सिंहस्थिते द्व्यंगगते न किंचित् ॥४४० ॥ तुलालीत्याद्युक्तेऽपि पूर्वोक्तचंद्रमासपंचक एव न शेषमासेष्विति स्वयं ज्ञेयं । संक्रांते द्विस्वभावेषु राशिष्वर्के न कल्पते । एकस्या अप्यभिमुखं सदनं दिक्चतुष्टये ||४४१॥
-
કાલલોક-સર્ગ ૩૧
अथ दक्षिणपार्श्वोप- पीडं सुप्तस्य वास्तुन: ।
नागस्य स्याच्छिरः १ पृष्ठं २ पुच्छं ३ कुक्षिर्यथाक्रमं ॥ ४४२ ॥
હવે વાસ્તુ પ્રારંભ કરવાનો વિચાર કહે છે—વૈશાખ ૧, શ્રાવણ ૨, માર્ગશીર્ષ ૩, પોષ ૪ અને ફાગણ ૫, આ પાંચ માસમાં જ ઘર ચણાવવાનો પ્રારંભ કરવો. બાકીના સાત માસમાં આરંભ કરવો નહીં. ૪૩૮.
અહીં શુકલ પ્રતિપદાથી પ્રારંભ થતા ચાંદ્રમાસો કહ્યા છે અને સૂર્યમાસ લેવા હોય, તો સૂર્યની સંક્રાંતિથી યુક્ત આ પ્રમાણે કહ્યા છે. ૪૩૯.
– તુલા, વૃશ્ચિક, મેષ અને વૃષભ એ ચાર સંક્રાંતિમાં સૂર્ય હોય ત્યારે ઉત્તર અને દક્ષિણ દિશાના દ્વારવાળા ઘરનો આરંભ કરવો તથા મકર, કુંભ, કર્ક અને સિંહ એ ચાર સંક્રાંતિમાં સૂર્ય હોય, ત્યારે પૂર્વ અને પશ્ચિમ દિશાના દ્વારવાળા ઘરનો આરંભ કરવો. પરંતુ દ્વિસ્વભાવ રાશિ એટલે મિથુન, કન્યા, ધન અને મીન એ ચાર સંક્રાંતિમાં સૂર્ય હોય, ત્યારે કોઈપણ ઘરનો આરંભ કરવો નહીં, ૪૪૦.
અહીં તુલા, વૃશ્ચિક વિગેરે સંક્રાંતિ આશ્રયીને ગ્રાહ્યાગ્રાહ્યપણું કહ્યું છે, તોપણ પૂર્વે કહેલા પાંચ ચાંદ્ર માસમાં જ ઘરનો આરંભ કરવો, બીજા માસોમાં ન કરવો. એમ પોતાની મેળે જ સમજી લેવું.
દ્વિસ્વભાવ રાશિમાં એટલે મિથુન, કન્યા, ધન અને મીન રાશિમાં સૂર્યની સંક્રાંતિ હોય, ત્યારે ચારે દિશામાંથી એક પણ દિશાના દ્વારવાળા ઘરનો પ્રારંભ કરવો યોગ્ય નથી. ૪૪૧.
Jain Education International
ઈતિ વાસ્તુપ્રારંભના માસનો નિર્ણય.
હવે ખાતનું મુહૂર્ત કહે છે--નાગના આકારવાળો વાસ્તુપુરુષ પોતના શરીરના જમણા પડખાને
For Private & Personal Use Only
www.jainelibrary.org