Book Title: Lokprakash Part 04
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai

View full book text
Previous | Next

Page 517
________________ ૪૮૨ કાલલોક-સર્ગ ૩૧ अग्निवेश्मसु सर्वेषु गृहे वयुपजीविनां । धूमं नियोजयेत्किंच श्वानं म्लेच्छादिजातिषु ॥४१७॥ खरो वेश्यागृहे शस्तो ध्वांक्षः शेषकुटीषु च । वृषः सिंहो गजश्चापि प्रासादपुरवेश्मसु ॥४१८।। इत्याया वास्तुनः प्रोक्ता नक्षत्रमथ कथ्यते । तत्र सामान्यतो वास्तु-जन्मभं कृत्तिका भवेत् ॥४१९॥ यदुक्तं व्यवहारप्रकाशे - भाद्रपदतृतीयायां शनिदिवसे कृत्तिकाप्रथमपादे । व्यतिपाते रात्र्यादौ विष्ट्यां वास्तोः समुत्पत्तिः ॥४२०॥ अथेष्टवास्तुनः क्षेत्र-फलांकेऽष्टगुणीकृते । विभक्ते सप्तविंशत्या शेषं भवति जन्मभं ॥४२१।। अस्मादेव च नक्षत्रा-द्गृहाणां स्वामिना सह । राशेर्बलं प्रीतिषडष्टमकादि विचिंतयेत् ॥४२२॥ વૃષભ આય લેવો, છત્રાદિને વિષે ધ્વજ આય લેવો, સર્વ પ્રકારના અગ્નિના ઘરો (રસોડા વિગેરે)ને વિષે તથા અગ્નિવડે આજીવિકા કરનારના ઘરોને વિષે ધૂમ આય લેવો, સ્વેચ્છાદિ જાતિનાં ઘરોમાં શ્વાન આય લેવો, વેશ્યાના ઘરમાં ખર આય શ્રેષ્ઠ છે, બીજા નીચા વર્ષોની ઝુંપડીઓને વિષે ધ્વાસ (કાક) આય લેવો, તથા પ્રાસાદ, પુર અને સારા ઘરોને વિષે વૃષ, સિંહ અને ગજ આય લેવા સારા છે. ૪૧૫-૪૧૮. આ પ્રમાણે વસ્તુના આય કહ્યા. હવે તેનું નક્ષત્ર કહે છે. તેમાં સામાન્ય રીતે વાસ્તુનું જન્મનક્ષત્ર કૃત્તિકા છે. ૪૧૯. તે વિષે વ્યવહારપ્રકાશમાં કહ્યું છે કે–“ભાદરવાની ત્રીજને દિવસે, શનિવારે કૃત્તિકા નક્ષત્રના પહેલા પાયામાં, વ્યતિપાત યોગમાં, રાત્રિના પ્રારંભમાં અને વિષ્ટિ યોગમાં વાસ્તુની ઉત્પત્તિ થયેલી છે.” ૪૨૦. હવે ઈષ્ટ વાસ્તુ (ધર)ના ક્ષેત્રફળની જે સંખ્યા હોય, તેને આડે ગુણી સત્તાવીશથી ભાગતાં જેટલા બાકી રહે, તેને તે વાસ્તુનું જન્મ નક્ષત્ર જાણવું. ૪૨૧. આ પ્રમાણે આવેલા ઘરના જન્મ નક્ષત્રની ગૃહસ્વામીની સાથે રાશિબળ, પ્રીતિ અને ષડાષ્ટક વિગેરે વિચારવું. ૪૨૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564