________________
ઘરનાં પ્રકારો
૪૭૯
नंद्यावर्त्त वर्द्धमानं स्वस्तिकं च तथा परं ।
सर्वतोभद्रमित्याद्याः स्युर्भेदा वेश्मनां शुभाः ॥४०१॥ . તથા વાહ: –
नंद्यावर्त्तमलिंदैः शाला-कुड्यात्प्रदक्षिणांतगतैः । द्वारं पश्चिममस्मिन् विहाय शेषाणि कार्याणि ॥४०२॥ द्वारोऽलिंदान्तगतः प्रदक्षिणोन्यः शुभस्ततश्चान्यः । तस्मिंश्च वर्द्धमाने द्वारं तु न दक्षिणं कार्यं ॥४०३॥ अपरांतगतोऽलिंदः प्रागंतगतौ तदुत्थितौ चान्यौ ।। तदवधिविधृतश्चान्यः प्राग्द्वारं स्वस्तिकं शुभदं ॥४०४॥ अप्रतिषिद्धालिंदं समंततो वास्तु सर्वतोभद्रं ।
नृपविबुधसमूहानां कार्यं द्वारैश्चतुर्भिरपि ॥४०५॥ વળી નંદ્યાવર્ત, વર્ધમાન, સ્વસ્તિક અને સર્વતોભદ્ર વિગેરે ઘરોના શુભ પ્રકારો હોય છે. ૪૦૧. તે વિષે વરાહ કહે છે કે
મકાનની ભીંતથી પ્રદક્ષિણાના છેડા પર રહેલા અલિંદ એટલે ઓશરી વડે નંદ્યાવર્ત નામનું ગૃહ થાય છે. આ ઘરમાં પશ્ચિમદિશાને છોડીને બાકીની ત્રણે દિશામાં દ્વાર કરાય છે. ૪૦૨.
દ્વાર અને અલિંદ (ઓસરી) એ બેને છેડે રહેલ એક પ્રદક્ષિણા હોય, તેથી એક બીજી શુભ પ્રદક્ષિણા પણ હોય, તે વર્ધમાન ગૃહ કહેવાય. તેમાં દક્ષિણ દિશામાં વાર કરવું નહીં. ૪૦૩.
પશ્ચિમદિશાના છેડે રહેલ ઓશરી હોય અને પૂર્વદિશાના છેડે રહેલી તે મકાન સાથે જોડાયેલી બીજી બે ઓશરી હોય અને તે ઓશરીની મર્યાદાથી ધારણ કરાયેલી એક જુદી ઓશરી હોય, એવું પૂર્વદિશાના ધારવાળું સ્વસ્તિક નામનું ગૃહ કહેવાય છે. જે શુભને આપનારું છે. ૪૦૪.
ચારેતરફ ઓશરીવાળો, રાજા અને પંડિતોના સમુદાયોને ઉચિત, એવું સર્વતોભદ્ર નામનું ગૃહ હોય છે. તેને ચારે દિશાઓમાં દ્વાર કરવા. ૪૦૫.
૧. ઉંબરાની નીચે જે પહોળું લાકડું અથવા પત્થર રાખવામાં આવે છે કે જેના ઉપર આવનાર માણસ પગ મૂકીને આવે છે તે અથવા બહારના ભાગના ખૂણાની બાજુમાં ઓરડીઓ કરવામાં આવે છે તે. આવા બે અર્થ અલિંદના કરેલા છે.
૨. ચાર ગૃહોનું સ્વરૂપ વરાહસંહિતાની સાક્ષીથી શ્રીજંબૂઢીપપ્રજ્ઞપ્તિ ટીકાકારે કહેલ છે. તે જ પ્રમાણે અહીં લોકપ્રકાશકારે પણ કહેલ છે. જંબુદ્વીપ્રજ્ઞપ્તિના મૂળમાં આ ચાર નામોની સાથે ચક્ર નામનો પાંચમો પ્રાસાદ પણ કહેલો છે. આ સંબંધની વિશેષ હકીકતના જિજ્ઞાસુએ સમરાંગણસૂત્રધાર નામના છપાયેલા શિલ્પસંબંધી ગ્રંથ વિગેરેની સહાય મેળવવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org