________________
સોળ પ્રકારના ઘરોનું ફળ
४७७
तत्र स्यात्प्रथमे भंगे चतुर्भिर्गुरुभिहं । एकोऽपवरकोऽलिंद-वर्जितः स चतुर्दिशं ॥३९३॥ ध्रुवसंज्ञं गृहं तत्स्या-द्धन्यं प्राच्यामलिंदयुक् ।
यस्यां दिशि गृहद्वारं सा च प्राची भवेदिह ॥३९४।। तथोक्तं विवेकविलासे -
पूर्वादिदिग् विनिर्देश्या गृहद्वारव्यपेक्षया । भास्करोदयदिक् पूर्वा न विज्ञेया यथा क्षुते ॥३९५॥ दक्षिणस्यामलिंदः स्या-द्यत्र तज्जयसंज्ञकं । एवं स्युः षोडशे भंगे चतुर्दिशमलिंदकाः ॥३९६॥ वास्तुशास्त्रे फलं चैषामेवमाहुः स्थैर्य १ धनं २ जयः ३ पुत्राः ४ दारिद्र्यं ५ सर्वसंपदः ६ । मनोहलादः ७ श्रियो ८ युद्धं ९ वैषम्यं १० बांधवा ११ धनं १२॥३९७॥
તેમાં પહેલા ભંગમાં (પંક્તિમાં) ચારે ગુરુવાળું ઘર કહ્યું છે, તેથી તે ચારે દિશામાં અલિંદરહિત માત્ર એક જ ઓરડો છે. તેને ધ્રુવનામનું પહેલું ઘર કહ્યું છે; તથા ધન્ય નામનું જે બીજું ઘર છે, તેમાં પૂર્વ દિશામાં અલિંદ હોય છે. અહીં જે દિશા ઘરનું (ઓરડાનું) દ્વાર હોય છે, તેને જ પૂર્વ દિશા સમજવી. ૩૯૩-૩૯૪.
તે વિષે વિવેકવિલાસ નામના ગ્રંથમાં કહ્યું છે કે – “ઘરના દ્વારની અપેક્ષાએ પૂર્વાદિક દિશા કહેવી, પરંતુ જે દિશામાં સૂર્ય ઉગે છે તેને (આ પ્રસંગમાં) પૂર્વ દિશા ન કહેવી. જેમ છીંકને વિષે સૂર્યોદયની અપેક્ષાએ પૂર્વાદિક દિશા ધારવામાં આવતી નથી, પરંતુ જે દિશાતરફ મુખ રાખીને પોતે છીંક ખાધી હોય તેજ તેની પૂર્વ દિશા કહેવાય છે તેમ. ૩૯૫.
તથા જે ઘરમાં દક્ષિણ દિશામાં અલિંદ હોય તે ઘર જય નામનું ત્રીજું) જાણવું. આ જ પ્રમાણે સોળમા ભાંગાવાળા ઘરમાં ચારે દિશામાં અલિંદ હોય છે. ૩૯૬.
(તની સ્થાપના પાછળના પેઈજમાં છે.) વાસ્તુશાસ્ત્રમાં આ સોળ પ્રકારના ઘરોનું ફળ આ પ્રમાણે કહ્યું છે – | સ્થિરતા ૧, ધન ૨, જય ૩, પુત્ર ૪ દારિત્ર્ય ૫, સર્વસંપદા ૬, મનનો આહ્વાદ ૭, લક્ષ્મી, ૮, યુદ્ધ ૯, વિષમતા ૧૦, બાંધવ ૧૧, ધન, ૧૨, ક્ષય ૧૩, મૃત્યુ ૧૪, આરોગ્ય ૧૫ અને સર્વસંપદા ૧૬. આ પ્રમાણે ધ્રુવ વિગેરે ઘરોનું અનુક્રમે ફળ જાણવું, કારણ કે તે ધ્રુવ વિગેરે નામો જ સાર્થક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org