________________
૪૬૨
કાલલોક-સર્ગ ૩૧ प्रयोजनविशेषेण प्रयुक्तं स्वामिना च तत् । सहस्रयोजनोद्विद्धं कुर्यात्खातं भुवि द्रुतं ॥३०९॥ परिखाष्टापदस्याद्रे-र्यथा सगरनंदनैः । सहस्रयोजनोद्विद्धा दंडरलेन निर्मिता ॥३१॥ भेदकं शत्रुसैन्यानां कुलीशं भूभृतामिव ।। नृदेवतिर्यगुत्पन्ना-शेषोपद्रवजिच्च तत् ॥३११।। ज्वलनप्रभनागेंद्रा-त्सगरस्यांगजन्मनां । योऽभूदुपद्रवः सत्य-प्यस्मिन् स त्वनुपक्रमः ॥३१२।। ध्वंस: सोपक्रमस्यैवो-पद्रवस्य भवेदितः । इतरस्तु भवत्येव वीरांतेवासिदाहवत् ॥३१३।। तथेदं चक्रिणां सर्वं मनश्चिंतितसाधकं । महाप्रभावं स्याद्यक्ष-सहस्रसमधिष्ठितं ॥३१४॥
इति दंडरत्नं खड्गरत्नं भवेत्तीक्ष्ण-धारं नीलाब्जमेचकं ।
नानारत्नलताचित्र-विचित्रं च सुगंधि च ॥३१५।। - કોઈ વિશિષ્ટ પ્રયોજન આવતાં એનો ઉપયોગ કરે, તો જમીનમાં ઊંડું એક હજાર યોજન ખોદી શકે છે. ૩૦૯.
જેમકે સગરચક્રીના પુત્રોએ દંડર–વડે અષ્ટાપદ પર્વતની ફરતી ખાઈ એક હજાર યોજન ઊંડી તેના વડે ખોદી હતી. ૩૧૦.
પર્વતને ભેદનાર વજની જેમ, શત્રુસૈન્યનું ભેદન કરે છે. દેવ, મનુષ્ય અને તિર્યચના કરેલા સર્વ ઉપદ્રવોને જીતનાર હોય છે. ૩૧૧.
સગરચકીના પુત્રોને જ્વલનપ્રભ નાગૅદ્ર તરફથી તે દંડરત્નની હાજરીમાં પણ જે ઉપદ્રવ થયો (તેઓને બાળી નાખ્યા) તે ઉપદ્રવ અનુપક્રમી હતો. ૩૧૨.
જેમ વીરપ્રભુના શિષ્યોને ગોશાળાએ બાળી દીધા, તેમ આ દંડરત્નથી સોપક્રમી ઉપદ્રવનો જ નાશ થઈ શકે છે; નિરુપક્રમી ઉપદ્રવ તો થાય જ છે. ૩૧૩.
આ દંડરત્ન, ચક્રના મનચિંતિત સર્વ અર્થનું સાધક, મહાપ્રભાવવાળું અને એક હજાર યક્ષો વડે અધિષ્ઠિત હોય છે. ૩૧૪. ઈતિ દંડરત્ન
૩ખડ્ઝરત્ન – તીક્ષ્ણ ધારવાળું, નીલકમલ જેવું શ્યામ, નાના પ્રકારની રત્નમય લતાથી ચિત્રવિચિત્ર;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org