________________
४७३
સેનાપતિરત્ન
जेतव्यवर्षे निम्नोच्च-जलशैलादिदुर्गवित् । नानाविषमदुर्गाणां भंगादानादिमर्मवित् ।।३७३।। संधाने प्रतिभिन्नानां संहतानां च भेदने ।
उपायज्ञोऽप्रयासेन द्विषतैव द्विषं जयन् ॥३७४॥ दशभिः कुलकं ॥ तदुक्तं नीतिशास्त्रे ।
भंगोऽस्तु कस्याप्येकस्य योधने द्विषतो द्विषा । भवत्युभयथा लाभो मिथो मोदकयोरिव ॥३७५॥
इति सेनापतिरत्नं । कोष्ठागाराद्यधिकृतो रत्नं गृहपतिर्भवेत् । सर्वेषां चक्रिसैन्यानां भोज्यवस्त्रादिचिंतकः ॥३७६॥ सुलक्षणः सुरूपश्च दानशौंडो विशेषवित् । स्वामिभक्तः कृतज्ञश्च विवेकी चतुरः शुचिः ॥३७७।। शाल्यादिनानाधान्यानां शाकानां चातिभूयसां ।
सिद्धिकृत्प्रातरुप्तानां सायं ताक्प्रयोजने ॥३७८॥ त्रिभिर्विशेषकं ॥ જીતવાયોગ્ય ક્ષેત્રમાં આવેલ નીચા-ઊંચા ભાગ, જળ અને પર્વતાદિ દુર્ગનો જાણનાર હોય છે. તથા વિવિધ પ્રકારના વિષમ દુર્ગન-કિલ્લાનો ભંગ કરવામાં અને તેને જીતી લેવા વિગેરેની યુક્તિને જાણનાર હોય છે. ૩૭૩.
જુદા પડેલાઓનું સંધાન કરવામાં અને ભેળા મળેલા હોય તેનો ભેદ કરવામાં ઉપાયજ્ઞ અને દ્વેષ કરનારા શત્રુઓને વગર પ્રયાસે શત્રુવડે જ જીતી લેનાર હોય છે. ૩૭૪,
નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે–“શત્રુની સાથે શત્રુનું યુદ્ધ થાય, તો તેમાં બેમાંથી ગમે તેનો ભંગ-પરાજય થાય તેમાં લાભ જ છે; કેમકે બે મોદકને સામસામા અથડાવવાથી જે મોદક ભાંગે તે ઠીકજ છે. બન્ને પ્રકારે લાભ જ છે. ૩૭૫.
ઈતિ સેનાપતિરત્ન.
૨ ગૃહપતિરત્ન–કોષ્ઠાગાર (અન્નાદિના કોઠાર) વિગેરેનો અધિકારી અને ચક્રવર્તાના સર્વ સૈન્યની ભોજન-વસ્ત્રાદિકની ચિંતા કરનારો હોય છે. ૩૭૬.
સારા લક્ષણવાળો, રૂપવંત, દાનશૂર, વિશેષજ્ઞ, સ્વામીભક્ત, કૃતજ્ઞ, વિવેકી, ચતુર અને પવિત્ર હોય છે. ૩૭૭.
તેવા પ્રકારનું ખાસ પ્રયોજન હોય, ત્યારે શાત્યાદિ અનેક પ્રકારના ધાન્ય અને અનેક પ્રકારના પુષ્કળ શાક (ચર્મરત્ન ઉપર) સવારે વાવીને સાંજે ઉગાડી શકે છે. ૩૭૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org