________________
૪૬૬
કાલલોક-સર્ગ ૩૧ तथोक्तं - चर्मच्छत्रयोरंतरालपूरणायोपयुज्यते साधिकविस्तार इति जंबू० प्र० वृ०
श्रीवत्साकारमप्येत-नानाकारं यथाक्षणं । स्यात्ततश्छत्रयोगेऽस्य संपुटत्वं न दुर्घटं ॥३३५।। श्रूयते भरतक्षेत्रा-र्द्धस्योदीच्यस्य साधने । तत्रत्यम्लेच्छपक्षीयै- गैर्मेघमुखाभिधैः ॥३३६॥ मुशलस्थूलधाराभिः सप्ताहानि निरंतरं । वृष्टौ कृतायां भरत-चक्रिसैन्यमहातये ॥३३७॥ स चक्री छत्रचर्मभ्यां कृत्वा संपुटमद्भुतं । सैन्यमस्थापयत्तत्र वेश्मनीवानुपद्रवं ॥३३८॥ पार्थिवत्वेऽपि तत्साम्या-च्चर्मेति व्यपदिश्यते । अन्यथास्य श्रुतख्यात-मेकाक्षत्वं विरुध्यते ॥३३९॥ दंडोऽप्येवं पार्थिवस्त-त्साम्यात्तव्यपदेशभाक् । भाव्यमेवं पार्थिवत्वं सप्तानामपि धीधनैः ॥३४०॥
રૂતિ વર્મરત્ન !
આ સંબંધમાં શ્રીજબૂદ્વીપપ્રજ્ઞપ્તિવૃત્તિમાં કહ્યું છે કે-“ચર્મછત્રનો અંતરાળ ભાગ પૂર્ણ કરવા માટે અધિક વિસ્તારની જરૂર છે.' - શ્રીવત્સના આકારવાળું છતાં તે યોગ્ય સમયે નાના પ્રકારના આકારવાળું પણ હોય છે અને તેની સાથે છત્રરત્નનો યોગ થાય, ત્યારે સંપુટપણું પણ બરાબર થાય છે, તે ઘટે છે. ૩૩પ.
શાસ્ત્રમાં સાંભળીએ છીએ કે ભરતક્ષેત્રના ઉત્તરાર્ધના જય વખતે ત્યાં રહેલા પ્લેચ્છના પક્ષવાળા મેઘમુખ નામના નાગકુમારોએ ભરતચક્રીનાં સૈન્યને મોટી પીડા ઉત્પન્ન કરવા માટે મુશળપ્રમાણ સ્થૂળ ધારા વડે સાત દિવસ સુધી અવિચ્છિન્ન વૃષ્ટિ કરી, તે વખતે ચક્રીએ ચર્મ અને છત્રરત્નનો અદ્ભુત સંપુટ બનાવીને ઉપદ્રવ વિનાના ઘરની જેમ તેની અંદર સૈન્યને સ્થાપન કર્યું હતું. ૩૩૬-૩૩૮.
આ રત્ન પૃથ્વીકાય છે, તો પણ તે ચર્મ સમાન હોવાથી, એનો ચર્મ નામથી વ્યપદેશ માત્ર કરાય છે. નહીં તો આગમમાં કહેલું તેનું એકેન્દ્રિયપણું ઘટે નહિં. ૩૩૯.
દંડ પણ એજ રીતે પૃથ્વીકાય છે. દંડ જેવા આકારથી જ તે દંડ ઓળખાય છે. આ પ્રમાણે સાતે રત્નોને બુદ્ધિમાનોએ પૃથ્વીકાય સમજવા. ૩૪૦. ઈતિ ચર્મરત્ન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org