________________
ચક્રીનાં ચર્મરત્નનું વર્ણન
४६५
साधिकत्वं चात्र परिपूर्णचर्मरत्नपिधायकत्वेनेति जंबूप्र० वृ० ।
इति छत्ररत्नं । चर्मरत्नं भवेच्चारु-श्रीवत्साकारबंधुरं । मुक्तातारार्द्धचंद्रादि-चित्रश्चित्रं समंततः ॥३२८॥ समग्रचक्रभृत्सैन्यो-द्वहनेऽपि मनागपि । न न्यंचति द्विषच्छस्त्रै-टुर्भेदं वज्रवर्मवत् ॥३२९॥ महानद्यंभोधिपार-प्रापकं यानपात्रवत् । तत्कालं गृहपत्युप्त-शाकधान्यादिसिद्धिकृत् ॥३३०॥ ताक्प्रयोजने ह्यस्मिन् धान्यायुप्तमहर्मुखे ।
लुनाति सायं निष्पन्नं रत्नं कौटुंबिकाग्रणीः ॥३३॥ द्विहस्तमानमप्येतत् स्पृष्टं विस्तारकांक्षिणा ।
व्याप्नोति योजनानि द्वादशेषदधिकानि वा ॥३३२।। ननु - चक्रिसैन्यावकाशाय व्यासो द्वादशयोजनः ।
अस्य स्यादुचितो यच्चाधिक्यं तत्तु निरर्थकं ॥३३३।। अत्रोच्यते- सत्येव किंचिदाधिक्ये सुखं तिष्ठति सा चमूः ।
स्याच्चैवं छत्रयोगेऽस्य संपुटत्वं निरंतरं ॥३३४॥ અહીં સાધિકપણું કહ્યું છે, તે પરિપૂર્ણ બાર યોજન વિસ્તૃત અને ચર્મરત્નને ઢાંકી દેનાર હોવાથી સમજવું. આ પ્રમાણે જંબૂદીપપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે. ઈતિ છત્રરત્ન.
૫. ચર્મરત્ન–સુંદર એવા શ્રીવત્સના આકારવાળું, મુક્તા, તારા અને અર્ધચંદ્રાદિ ચિત્રોવડે ચોતરફ ચિત્રિત, આખી ચક્રવર્તીની સેના તેની ઉપર ચડાવવામાં આવે તો પણ કિંચિત્માત્ર ન નમે એવું, વજના બખ્તર જેમ શત્રુઓના શસ્ત્રોથી દુર્ભેદ્ય (ન ભેદાય તેવું) પ્રવહણની જેમ મહાનદી અને સમુદ્રના પારને પમાડનારું, ગૃહપતિના વાવેલા શાક ધાન્યાદિને તરત જ ઉગાડનારું, તેવા ખાસ પ્રયોજન વખતે તેની ઉપર સવારે વાવેલું ધાન્ય-શાકાદિ સાંજે ખેડૂતોએ લણી લેવાય તેવું હોય છે. ૩૨૮-૩૩૧.
બે હાથના પ્રમાણવાળું અને વિસ્તાર કરવાની ઈચ્છાવડે ચક્રીના હસ્તસ્પર્શથી બાર યોજન અથવા તેથી કાંઈક અધિક વિસ્તૃત થાય તેવું હોય છે. ૩૩ર.
પ્રશ્ન :- ‘ચકીના સૈન્યના અવકાશ માટે બાર યોજન બસ છે, તેથી અધિક કહ્યું છે તે નિરર્થક छ.' 333.
ઉત્તર :– કાંઈક અધિક હોવાથી જ તેમાં લશ્કર સુખે રહી શકે, તેમ જ છત્રની સાથે આંતરારહિત संपुट मनी 3. 33४.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org