________________
૪૬૮
चतुरंगुलदीर्घं स्या- दंगुलद्वयविस्तृतं ।
मध्ये वृत्तोन्नतं तच्च षड्भिः कोणैरलंकृतं ॥ ३४८ ॥ इति मणिरत्नं । भवेच्च काकिणीरलं षट्तलं द्वादशास्त्रकं । तथाष्टकर्णिकं तौल्ये सुवर्णैरष्टभिर्मितं ॥३४९॥ स्वर्णकारोपकरणं ख्याताधिकरणिर्जने । तामाकृत्यानुकुरुते चतुरस्रत्वसाम्यतः ।।३५० ।। चतुर्दिशमथोऽथोर्ध्वं तत्रैवं स्युस्तलानि षट् । न्यस्तं भूमाववैषम्या-त्तिष्ठेद्येनेह तत्तलं ॥३५१|| प्रत्येकमध ऊर्ध्वं च चतसृष्वपि दिक्षु च । तच्चतु: कोटिसद्भावाद् द्वादशास्रं प्रकीर्त्तितं ॥ ३५२॥ मिलत्यनित्रयं यत्र स कोण : कर्णिकोच्यते । उपर्यधश्चतसृणां तासां युक्त्याष्टकर्णिकं ॥ ३५३ ॥ सुवर्ण: स्यात्कर्ममाषै - स्तौल्ये षोडशभिः समः । कर्ममाषप्रमाणं च प्रागत्रास्ति निरूपितं ॥३५४॥
કાલલોક-સર્ગ ૩૧
ચાર આંગળ લાંબું અને બે આંગળ પહોળું હોય છે. મધ્યમાં વૃત્ત અને ઉન્નત હોય છે. તેમજ છ ખૂણા (છ હાંશ)થી સુશોભિત હોય છે. ૩૪૮. ઈતિ મણિરત્ન.
૭ કાકિણીરત્ન–છ તળવાળું, ફરતી બાર ખૂણાવાળું અને આઠ કર્ણિકાવાળું હોય છે, તોલમાં આઠ સોનૈયા જેટલું હોય છે. ૩૪૯.
સોનીનું ઉપકરણ લોકોમાં એરણ તરીકે ઓળખાય છે. ચતુરસ્રપણાની સામ્યતાથી તેની આકૃતિ જેવું આ હોય છે. ૩૫૦,
ચાર દિશામાં અધો અને ઊર્ધ્વ એમ તેના છ તળ હોય છે. એવી રીતે હોવાથી વિષમતા ન હોવાને કારણે ભૂમિ ઉપર સારી રીતે સ્થાપન કરી શકાય છે. ૩૫૧.
અધો, ઊર્ધ્વ અને ચારે દિશામાં ચારચાર કોટી હોવાથી બાર અસવાળું કહ્યું છે તે બરાબર છે. ૩૫૨.
જ્યાં ચાર અસ્ર મળે તે કોણ, કર્ણિકા કહેવાય છે, તેથી ઉપર અને નીચે એવી ચાર-ચાર કર્ણિકા હોવાથી અષ્ટકર્ણિક કહ્યું છે તે પણ બરાબર છે. ૩૫૩.
તોલમાં સોળ કર્મમાષવડે એક સુવર્ણ કહેવાય છે. કર્મમાષનું પ્રમાણ અહીં પૂર્વે કહેવામાં આવેલ છે. ‘એવા આઠ સુવર્ણ (આઠ તોલા) સરખું તોલમાં કાકિણીરત્ન કહ્યું છે.' આ માન વિચક્ષણોએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org