________________
કાલલોક-સર્ગ ૩૧
૪૫૮ विजयमुहूर्त्तश्चैवं-द्वौ यामौ घटिकाहिनौ द्वौ यामौ घटिकाधिकौ ।
विजयो नाम योगोऽयं सर्वकार्यप्रसाधकः ॥२८०॥ प्राग्वर्णितोऽभिषेको यः क्षेत्रलोके सविस्तरः । वैमानिकानामुत्पत्तौ सर्वोऽप्यत्रानुवर्त्यतां ॥२८१।। तथाभिषिक्तं तं गंध-काषाय्या रूक्षितांगकं । सर्वांगालंकृतं कुर्यु-भूषणैर्मुकुटादिभिः ॥२८२॥ जय चक्रिन् जय स्वामिन् जयातुलपराक्रम । राजराज जय प्रौढ-पुण्य भद्रं सदास्तु ते ॥२८३॥ त्वयाजितमिदं क्षेत्रं चतुरंतं महौजसा । तत्पालयासंख्यवर्ष-कोटीनिर्विघ्नमस्तु ते ॥२८४॥ एवं देवाश्च भूपाश्च पौराश्च सपरिच्छदाः । वदंतो मंगलालापा-नभिषिच्य नमंति तं ॥२८५॥ ततः कृताभिषेकोऽसौ भृत्यानाहय शंसति । पुर्यामस्यां गजारूढा विष्वगुद्घोषयंत्विति ॥२८६॥
વિજય મુહૂર્ત આ પ્રમાણે છે-એક ઘડી ન્યૂન પ્રથમના બે પહોર વ્યતીત થાય અથવા એક ઘડી અધિક બે પહોર બાકી રહે ત્યારે સર્વ કાર્યનો પ્રસાધક એવો વિજય યોગ થાય છે. ૨૮૦.
પૂર્વે ક્ષેત્રલોકમાં વૈમાનિકદેવની ઉત્પત્તિના પ્રસંગે, જે અભિષેક વિસ્તારપૂર્વક વર્ણવેલો છે તે અહીં સમજી લેવો. ૨૮૧.
તેવા પ્રકારે અભિષેક કર્યા પછી, ગંધકાષાયી વસ્ત્રવડે ચક્રીના શરીરને લુછીને, સર્વ અંગને મુકુટાદિ ભૂષણોવડે અલંકૃત કરે. ૨૮૨.
તે વખતે “હે ચક્રી ! તમે જય પામો, હે સ્વામિન્ ! તમારો જય થાઓ, હે અતુલપરાક્રમી ! જય પામો, હે રાજાઓના રાજા ! તમે વિજય પામો, હે પ્રૌઢપુણ્યવાળા ! તમારું સદા કલ્યાણ થાઓ, તમે આ ભરતક્ષેત્રને ચારે દિશાના પર્યત ભાગ સુધી મહાપરાક્રમવડે જીતી લીધું છે. તેને અસંખ્યકોટી વર્ષપર્યત પાળો અને તમને નિર્વિઘ્નપણું થાઓ.” આ પ્રમાણે ચક્રીને અભિષેક કરીને પરિવારસહિત દેવો, રાજાઓ અને નગરજનો મંગળશબ્દોને બોલતા નમસ્કાર કરે. ૨૮૩–૨૮૫.
અભિષેક થયા બાદ ચકી, સેવકોને બોલાવીને આ પ્રમાણે કહે કે–‘તમે હાથી ઉપર બેસીને આખા નગરમાં, ચારે તરફ ફરીને, આ પ્રમાણે ઉદ્ઘોષણા કરો. ૨૮૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org