________________
૪૩૬
आराध्य विधिनैवं च कृतमालं गुहाधिपं । दिने तुर्ये परिहित - शुद्धनेपथ्यभूषणः ॥१३१॥ आत्तपूजोपकरणो - ऽन्वीयमानो नृपादिभिः । दासीदासैश्च विविध - पूजोपस्करपाणिभिः ॥ १३२॥ एत्य दर्यास्तमिस्रायाः कपाटौ याम्यदिग्गतौ । प्रमृज्य लोमहस्तेना- भ्युक्षति प्रवरोदकैः ॥ १३३॥ चंदनैश्चारुकर्पूर- कस्तूर्यादिविमिश्रितैः । पूजयत्यंवरैर्नानाविधेश्च सुमदामभिः ॥ १३४ ॥
૧૩૫.
धूपाधानमुपादाय धूपमुत्क्षिपति स्वयं । पंचवर्णप्रसूनानां निकरं रचयेत्पुरः ॥१३५॥ मंगलान्यालिखत्यष्टौ पुरो रजततंडुलैः । पंचांगस्पृष्टभूपीठ - स्तौ कपाटौ नमत्यसौ ॥ १३६॥
प्रयुज्योपायमित्याद्यं प्रयुयुक्षुरिवांतिमं । उदस्यति करेणोच्चै - ईंडरलं चमूपतिः ॥ १३७॥
એ રીતે વિધિપૂર્વક તમિસ્રાગુફાના અધિપતિ કૃતમાલદેવને આરાધીને ચોથે દિવસે શુદ્ધ વસ્ત્રાભૂષણ ધારણ કરી, પૂજાના ઉપકરણો લઈને, અનેક રાજાઓથી પિરવરેલો તથા વિવિધ પ્રકારના પૂજાના સાધનો જેના હાથમાં છે એવા અનેક દાસદાસીઓથી અનુસરાતો, મિસ્રા ગુફા પાસે આવીને તેના દક્ષિણદિશાના બંને દ્વારો લોમહસ્ત (પીંછી) વડે પ્રમાર્જે. પછી શ્રેષ્ઠ ઉદક વડે પ્રક્ષાલ કરે. ૧૩૧
૧૩૩.
સુંદર એવા કપૂર, કસ્તૂરી વિગેરેથી મિશ્રિત, ચંદન વડે અને નાના પ્રકારની પુષ્પમાળા તથા વસ્ત્રો વડે તેની પૂજા કરે. ૧૩૪.
ધૂપધાણું હાથમાં લઈને પોતે ધૂપ કરે અને પાંચ વર્ણના પુષ્પોની તેની સમીપમાં છાબ ભરે.
કાલલોક-સર્ગ ૩૧
Jain Education International
રુપાના તંદુળો વડે તેની પાસે અષ્ટમંગળિક આળેખે અને પંચાંગ વડે જમીનનો સ્પર્શ કરીને તે દ્વારોને નમસ્કાર કરે. ૧૩૬.
આ પ્રમાણે દ્વાર ઉઘાડવાનો પ્રથમ (સામ) ઉપાય કરીને પછી અંતિમ (દંડ) ઉપાય કરવાને ઇચ્છતો હોય તેમ તે સેનાની દંડરત્ન હાથમાં ગ્રહણ કરે. ૧૩૭.
For Private & Personal Use Only
www.jainelibrary.org