________________
૪૪૩
પ્લેચ્છો ઉપરની જીત
अथासौ भटकोटीर-स्तीव्रशस्त्रज्वरांकुशैः । कुक्षिक्षिप्तैः शमयति प्रतिपक्षमदज्वरं ॥१७९। तदा च केचिन्नश्यंति केचित्क्रंदंति चार्दिताः । लुठंति केचिद् भूपीठे तिष्ठंत्यन्ये मृता इव ।।१८०॥ केचित्त्यजति शस्त्राणि वस्त्राणीवास्तचेतनाः ।। क्षिपंति वदने केचि-द्दीनवाचो दशांगुलीः ॥१८॥ तृणान्याधाय दंतेषु याचंते जीवितं परे । लज्जाविलक्षाः शोचंति चेति केचिदधोमुखाः ॥१८२॥ हा गतं राज्यमस्माकं हा गता स्वैरचारिता । ते धन्याः प्राग्विपन्ना ये धिगस्मान् दुःखदर्शिनः ॥१८३॥ अश्लाघामहि ये शौर्य-मात्मीयं योषितां पुरः । ते कथं कातरस्तासां मुखं दर्शयितास्महे ॥१८४।। वृथाभूद्दोर्मदोऽस्माकं वृथाभूच्छस्त्रकौशलं ।
भग्नैः कथमथ स्थेय-मस्माभिर्भटपर्षदि ॥१८५॥ સેનાની શત્રુભટોના મદરૂપ જ્વરને તેની કુક્ષિમાં તીવ્ર શસ્ત્રોરૂપ જ્વરાંકુશ દાખલ કરીને શાંત કરે. ૧૭૯.
તે વખતે કેટલાક નાસી જાય, કેટલાક પીડાથી રોવા લાગે, કેટલાક જમીન પર આળોટવા લાગે, કેટલાક જાણે મરણ પામેલા હોય, તેમ જમીનપર સ્થિર થઈ જાય. ૧૮૦.
કેટલાક ચેતના વિનાના જેમ વસ્ત્ર તજી દે, તેમ શસ્ત્રો તજી દે, કેટલાક મોઢામાં દશે આંગળીઓ નાખીને દીન વાણી બોલવા લાગે. ૧૮૧.
કેટલાક દાંતમાં તૃણ લઈને જીવિતની યાચના કરવા લાગે, કેટલાક લજ્જાથી વિલખા થયેલા નીચું મુખ રાખીને આ પ્રમાણે શોક કરવા લાગે. ૧૮૨.
‘હા ! અમારું રાજ્ય ગયું, અમારું સ્વેચ્છાચારીપણું નાશ પામ્યું, જેઓ અમારી અગાઉ મરણ પામ્યા છે, તેઓને ધન્ય છે અને આવા દુઃખને જોનારા અમને ધિક્કાર છે. ૧૮૩.
અમો જે અમારી સ્ત્રીઓ પાસે અમારા શૌર્યની પ્રશંસા કરતા હતા, તે અમો અત્યારે કાયર થઈ જવાથી તેની પાસે મુખ કેવી રીતે દેખાડી શકશું ? ૧૮૪.
અમારો ભુજાનો મદ ફોગટ ગયો, અમારું શસ્ત્ર-કૌશલ્ય વૃથા થયું, ભાંગી પડેલા અમે સુભટોની પર્ષદામાં કેવી રીતે બેસી શકશું ?' ૧૮૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org