________________
૪૪૨
કાલલોક-સર્ગ ૩૧
दंतादंतिप्रवृत्तेभ-युद्धोद्यद्भुतभुक्कणाः । द्योतंत इव खद्योता-स्तत्र रेणुतमोघने ॥१७२॥ घोरांधकारे तत्राश्व-खुरक्षुण्णरजोभरैः । વિäતિ રિપુમા વીર: શબ્દાનુ: : ૭રૂા कबंधास्तत्र धावंतः पथि नंति तरूनपि । प्रतिपक्षधिया खड्गैः स्फूर्जद्वीररसोद्भटाः ॥१७४॥ तत्र तुर्यारवोत्फुल्ल-पुलकोत्साहसाहसाः । वीरास्तृणाय मन्यते जीवितेन समं जगत् ॥१७५॥ यद्येवंविधसंग्रामे परिभूयेत कर्हिचित् । अतुच्छविक्रमैलेंच्छ-चक्रगैश्चक्रिणश्चमः ॥१७६।। तदा सन्ना सेनानी-र्योद्धं प्रक्रमते हुँ । तुरंगरत्नमारूढः खड्गरत्नं करे दधन् ॥१७७॥ एतस्मिन् युध्यमाने च भज्यंते नाकिनो यदि ।
तदा के नाम ते म्लेच्छा गजद्विषि वृका इव ॥१७८॥ હાથીઓ દાંતવડે પરસ્પર યુદ્ધ કરે છે. તેના ઘર્ષણથી અગ્નિના કણીયાઓ પ્રગટે છે અને તે કણીયા ઉડતી રજથી થયેલા ગાઢ અંધકારમાં ખજુઆ જેવા લાગે. ૧૭૨.
ઘોડાઓની ખરીથી ખોદાયેલી જમીનના રજસમૂહવડે થયેલ ઘોર અંધકારમાં સુભટો, શબ્દવેધી બાણીવડે શત્રુઓના મર્મને વીંધે. ૧૭૩.
ત્યાં સ્કુરાયમાન વીરરસથી ઉભટ એવા સુભટોના ધડો દોડે છે અને માર્ગમાં પ્રતિપક્ષીની બુદ્ધિથી ખગ્રોવડે વૃક્ષો પર પણ પ્રહાર કરે છે. ૧૭૪.
ત્યાં રણવાજિંત્રોના અવાજ અને ખડા થયેલા રૂંવાટાવાળા ઉત્સાહિત સાહસવાળા વીર સુભટો, પોતાના જીવિતસહિત આખા જગતને પણ તૃણ સમાન ગણે. ૧૭૫.
આવા પ્રકારના સંગ્રામમાં જો કદાચ અત્યંત પરાક્રમવાળા મલેચ્છોના સમૂહથી ચક્રીની સેના કાંઈક પરાભવ પામે, એટલે સેનાની પોતે દઢપણે બખ્તર પહેરી, અશ્વરત્નપર આરૂઢ થઈ, હાથમાં ખડ્ઝરત્ન ધારણ કરી, તરત જ યુદ્ધ કરવા તત્પર થાય. ૧૭–૧૭૭.
જ્યારે સેનાની યુદ્ધ કરવા લાગે ત્યારે દેવતાઓ પણ તેની સામે ટકી શકે નહીં, તો પછી મલેચ્છોનો શો આશરો ? તેઓ તો સિંહને જોતાં વરૂઓ નાસી જાય, તેમ નાસી જ જાય. ૧૭૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org