________________
૪૩૨
કાલલોક-સર્ગ ૩૧ दत्तोपयोगो वैताढ्यकुमाराख्यः सुरोऽथ सः । गृहीत्वा प्राभृतं तागभिगच्छति चक्रिणं ॥१०४।। आज्ञां स्वीकृत्य नत्वाथ सुरेऽस्मिन् गतवत्यथ । अष्टाहिकोत्सवांते ऽस्य चक्री चक्रानुगस्ततः ॥१०५॥ गुहां तमिस्रामभ्येति प्रतीचीगामिनाध्वना । वैताढ्यकूटोपांताद्धि प्रतीच्यामेव सा गुहा ।।१०६।। गुहायाश्च तमिस्रायाः स्थापयित्वांतिके चमूं । नाकिनं चिंतयत्येष कृतमालं कृताष्टमः ॥१०७॥ जिगीषु सोऽपि विज्ञाय चक्रिणं चलदासनः ।
ढौकयत्येत्य विनम-नलंकारांश्चतुर्दश ॥१०८॥ ते चैवं - हार १ द्धहार २ इग ३ कणय ४
रयण ५ मुत्तावली ६ उकेऊरे ७ । कटए ८ तुडिए ९ मुद्दा १० कुंडल ११
उरसुत्त १२ चूलमणि १३ तिलयं १४ ॥१०९।। અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને વૈતાઢ્યકુમારદેવ, ચક્રીને આવેલા જાણી ઉત્તમ પ્રકારનું ભેટયું લઈને ચકી પાસે આવે. ૧૦૪.
તે દેવ આજ્ઞા સ્વીકારી નમસ્કાર કરી પાછો જાય, એટલે તે સંબંધી અષ્ટાલિકોત્સવ કરીને ચક્રી ચક્રની પાછળ ચાલે. ૧૦૫. - પશ્ચિમ તરફને માર્ગે ચાલતા ચક્રી, તમિસ્રા ગુફા પાસે; કારણ કે વૈતાઢ્ય કૂટના ઉપાંત ભાગથી તે ગુફા પશ્ચિમ તરફ છે. ૧૦૬.
તમિસ્રા ગુફા પાસે સૈન્યને સ્થાપન કરીને ચકી અઠ્ઠમ તપ કરી, તે ગુફાના સ્વામી કૃતમાલદેવનું ચિંતન કરે–ધ્યાન કરે. ૧૦૭.
તે પણ આસન ચલિત થવાથી જીતવાને ઇચ્છતા ચક્રીને, ત્યાં આવેલા જાણીને, તેમની પાસે આવી નમસ્કાર કરી ચૌદ અલંકારો અર્પણ કરે. ૧૦૮.
તે ચૌદ અલંકારના નામ– ૧ હાર, ૨ અર્ધવાર, ૩ એકસરો હાર, ૪ કનકાવળી, ૫ રત્નાવલી, ૬ મુક્તાવલી, ૭ કેયૂર (બાજુબંધ), ૮ કડાં, ૯ ત્રુટિત (તોટી), ૧૦ મુદ્રા (વીંટી), ૧૧ કુંડળ, ૧૨ ઉરસુર (છાતી સુધી લટકતો દોરો), ૧૩ ચૂડામણિ (મુકુટ) ને ૧૪ તિલક. ૧૦૯.
૧ વૈતાઢ્ય ઉપરના કૂટ પૈકી વૈતાઢયે નામના કૂટના સમશ્રેણીએ રહેલા નીચેના ભાગની પશ્ચિમમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org