________________
૪૧૦
કાલલોક-સર્ગ ૩૦
अद्यारम्यमिदं नाथ जातं क्षेत्रं त्वया विना ।। निश्यस्तदीपगृहव-द्गतादित्यांतरिक्षवत् ॥१०२८॥ स्वामिन् भवंतं समव-सरणस्थं महाश्रियं । स्मारं स्मारं मुहुर्वक्षो दीर्यते शतधाद्य नः ॥१०२९।। भवान् यद्यपि हे स्वामि-ननंतसुखभागभूत् । विशोचामस्तथाप्येवं वयं स्वार्थाय केवलं ॥१०३०॥ शक्रोऽथ विलपन्नेवं निर्जरैराभियोगिकैः । गोशीर्षचंदनैधांसि बहून्याहरयेद्रयात् ॥१०३१।। ततस्तै दनानीतै-शंदनौधैश्चितात्रयं । अर्हतां च गणीनां च कारयेद्यतिनामपि ॥१०३२॥ तत्र प्राच्यां भगवतां चिता भवति वर्तुला । याम्यां गणभृतां त्र्यमा प्रतीच्यां यतीनां पुनः ॥१०३३॥ चतुरना भवेच्चित्या भेदः संस्थानदिग्भवः ।
श्रीआवश्यकवृत्त्यादौ चितीनामिति दर्शितः ॥१०३४।। આજથી આ ક્ષેત્ર છે સ્વામિન્ ! તમારા વિના દીપક વિનાની રાત્રિ જેવું અને સૂર્ય વિનાના આકાશ જેવું થઈ ગયું છે. ૧૦૨૮.
હે સ્વામિન્ ! સમવસરણમાં બેઠેલા અને મહાશોભાવાળા આપને વારંવાર સંભારતાં અમારી છાતીના સો ટુકડા થઈ જાય છે. ૧૦૨૯.
હે ભગવન્! જોકે તમે તો અનંત સુખના ભાજન થયા છો પરંતુ અમે અમારા કેવલ સ્વાર્થને માટે–આ પ્રમાણે શોક કરીએ છીએ.” ૧૦૩).
આ પ્રમાણે વિલાપ કરતા શકેંદ્ર પોતાના આભિયોગિક દેવની પાસે તત્કાળ ઘણા ગોશીર્ષ ચંદનના કાષ્ઠો મંગાવે. ૧૦૩૧.
પછી નંદનવનમાંથી લાવેલા ચંદનના કાષ્ઠ વડે ત્રણ ચિતાઓ-એક અરિહંત માટે, એક ગણધરો માટે અને એક સામાન્ય મુનિઓ માટે રચાવે. ૧૦૩૨. - તેમાં પૂર્વ તરફ ભગવંત માટેની ચિતા ગોળ કરાવે, દક્ષિણ તરફ ગણધરો માટેની ચિતા ત્રિખૂણી કરાવે અને પશ્ચિમ તરફ મુનિઓ માટેની ચિતા ચોખૂણી રચાવે. આ ચિતાની દિશાનો અને આકૃતિનો ભેદ શ્રી આવશ્યકવૃત્તિ વિગેરે અનુસાર બતાવેલ છે. ૧૦૩૩-૧૦૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org