________________
ચક્રવર્તિ આદિની આગતિ અંગે
૪૧૭
तथोक्तमावश्यकनिर्युक्तौ - बिइओ वेयावच्चं किइकम्मं तइयओ कासि । भोगफलं વાયુવનં ૫ રૂતિ |
तीर्थकृन्नामहेतूनां स्थानानां ननु विंशतेः ।
कथं चक्रित्वहेतुत्वं पटहेतुत्ववन्मृदः ? ॥७॥ अत्रोच्यते-यथैकस्माद्रसादिक्षो- नाखंडगुडादयः ।
स्युः सामग्रीभिदाऽत्रापि तथा सम्यग्विभाव्यतां ॥८॥ સુર્યથા તૈનાતીય-તંતુષ્કો વિવિધા: પટા: || तेषामेव वरत्रा स्या-त्सामय्यंतरभेदतः ॥९॥ एवं बलत्वविष्णुत्व-नृपत्वादिपदेष्वपि । भाव्यः कर्मपरीणामो-ऽध्यवसायविशेषतः ॥१०॥ उद्धृत्य सर्वदेवेभ्यो धर्माया एव च क्षितेः ।।
उत्पद्यतेंगिनश्चक्रि-तया नान्यगतेः पुनः ॥११॥ तथोक्तं -सुरनेरइएहिं चिय हवंति हरिअरिहचक्किबलदेवा ।
चउविहसुरचक्किबला वेमाणिअ हुंति हरिअरिहा ॥१२॥ શ્રી આવશ્યકનિયુક્તિમાં કહ્યું છે કે- “બીજા (ભરતના) જીવે વૈયાવચ્ચ કરી અને ત્રીજા (બાહુબલિના) જીવે કૃતિકર્મ કર્યું કે જેથી ભોગફળકર્મ અને બાહુનું બળ તે બંને જીવે ઉપાર્જન કર્યું.” ઇતિ.
પ્રશ્ન :- ‘તીર્થકર નામકર્મના હેતુભૂત વીશ સ્થાનકો ચક્રવર્તીપણાના હેતુ કેવી રીતે બને ? જેમ માટી પટનો હેતુ ન થાય. ૭.
ઉત્તર :- એક જ પ્રકારના શેરડીના રસમાંથી વિવિધ સામગ્રી વડે અનેક પ્રકારના ખાંડ, ગોળ વિગેરે પદાર્થો થાય છે, તેમ અહીં પણ સમ્યક પ્રકારે વિચારી લેવું.” ૮.
જેમ એક જ જાતના તંતુ-તાંતણાઓથી વિવિધ પ્રકારના વસ્ત્રો થાય છે, તેમ જ સામગ્રીના ભેદથી દોરડાઓ વિગેરે પણ થાય છે. ૯.
તે જ રીતે બળદેવ, વાસુદેવ અને રાજાદિપણું પ્રાપ્ત કરવામાં અધ્યવસાયવિશેષથી જુદા જુદા કર્મપરિણામ સમજવા. ૧૦. | સર્વ જાતિના (ચાર નિકાયના) દેવમાંથી અને પહેલી નરકમાંથી ઉદ્ધરીને–ચ્યવીને જ જીવ ચક્રવર્તી થાય છે; અન્ય ગતિમાંથી થતા નથી. ૧૧.
કહ્યું છે કે–દેવ અને નરકરૂપ બે ગતિમાંથી જ અરિહંત, ચક્રવર્તી, બળદેવ ને વાસુદેવ થાય છે. (દેવગતિ સંબંધી વિચાર કરતાં) ચારે પ્રકારના દેવો ચક્રવર્તી ને બળદેવ થાય છે અને વાસુદેવ ને અરિહંત વૈમાનિકમાંથી જ થાય છે. ૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org