________________
૪૨૭
માગધકુમારને સાધતા ચકી
तावच्चक्रभृतो नाम-वर्णालीं तस्य पश्यतः । शाम्यति क्रुध् विषमहेः शृण्वतो जांगुलीमिव ॥७१॥ विमृशत्येवमुत्पन्नः क्षेत्रेऽस्मिंश्चक्रवर्त्यसौ ।। तज्जीतमेतदस्माभि-र्मान्यमस्यानुशासनं ॥७२।। अविमृष्योनपुण्येन कोपोऽकारि वृथा मया । इदं नियतमेवामी स्वामिनः सेवका वयं ॥७३॥ विलंब्य तदलं स्वामी पूज्योऽयमतिथिर्मम ।। निश्चित्येत्युपदां हार-कोटीरकटकादिकां ॥७४॥ चिरसंचितरत्नादि सद्वस्तून्यपराण्यपि । उपादाय शरं तं च तीर्थस्यास्य च मृज्जले ॥७५।। उत्पतन् दिव्यया गत्या द्रागुपागत्य चक्रिणं । तत्सर्वं प्राभृतीकृत्य नत्वा विज्ञपयत्यदः ॥७६।। स्वामिन्! मागधतीर्थांत-मिदं क्षेत्रं त्वया जितं । अहं त्वत्किंकरोऽस्मीह प्रदेशस्यास्य रक्षकः ॥७७॥
લઈ ક્રૂર દૃષ્ટિ વડે તેને જુએ છે તેટલામાં તે બાણ ઉપર લખેલી ચક્રવર્તીના નામવાળી વર્ષોની પંક્તિ જોઈને જાંગુલી મંત્ર સાંભળવાથી જેમ સર્પનું વિષ શમી જાય, તેમ તેનો ક્રોધ શમી જાય છે. ૭૦૭૧.
એટલે તે વિચારે છે કે–“આ ક્ષેત્રમાં આ ચક્રવર્તી ઉત્પન્ન થયેલ છે, તેથી અમારો આચાર છે કે–અમારે તેની આજ્ઞાનો સ્વીકાર કરવો. ૭૨.
હિનપુણ્યવાળા મેં વિચાર કર્યા વિના ફોગટ કોપ કર્યો કારણ કે એ સ્વામી અને અમે સેવક એ ભાવ નિયત જ છે. ૭૩.
હવે વિલંબ કર્યા વગર મારે આ સ્વામીરૂપ અતિથિની પાસે જલ્દી જઈને તેમની પૂજા કરવી જોઈએ.' આમ વિચારી નિશ્ચય કરીને હાર, મુગટ, કડાં વિગેરે આભૂષણો, ઘણા કાળથી ભેગા કરેલાં રત્નો અને બીજી વસ્તુઓ ભેટણા તરીકે લઈને તેમજ તે બાણને પણ સાથે લઈને, તે તીર્થની મૃત્તિકા તથા જળ પણ સાથે લઈને દિવ્યગતિ વડે ઉડીને જલ્દીથી ચક્રવર્તીની પાસે આવે અને નમસ્કાર કરવાપૂર્વક લાવેલી વસ્તુઓ તેમની પાસે ભેટ તરીકે ધરીને આ પ્રમાણે કહે. ૭૪-૭૫.
કે–“હે સ્વામિન્ ! આ માગધતીર્થપર્યત ક્ષેત્ર આપે જીત્યું છે, હું તમારા કિંકર તરીકે આ સ્થળનો રક્ષક છું.' ૭૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org