________________
સર્ગની પૂર્ણાહૂતિ
૪૧૫
सभायां च सुधर्मायां तेषामाशातनाभिया । कामक्रीडां न कुर्वन्ति जिनभक्ताः सुराधिपाः ॥१०६२॥ कालेन कियता चैते गतशोकाः सुरेश्वराः । गीतनाट्यादिसौख्यानि भुंजानाः सुखमासते ॥१०६३।। इत्यनंतगुणरत्नशालिना-मर्हतामुदितमागमोदधेः । वर्णनं तदुरुवर्णवर्णिका-कर्णिकारविपिनप्रसूनवत् ॥१०६४॥ विश्वाश्चर्यदकीर्त्तिकीर्तिविजयश्रीवाचकेंद्रांतिषद्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र वर्णितजगत्तत्त्वेऽद्भुतस्त्रिंशता । संख्यातः परिपूर्णभावमभजत्सर्गो निसर्गोज्ज्वलः ॥१०६५॥
તિ શ્રીહ્નોવાશે ત્રિશ: સ: સમાપ્ત: | શ્રીરતું છે.
એ સુધર્મા સભામાં તે દાઢાની આશાતનાના ભયથી જિનેશ્વરના ભક્ત એવા ઇદ્રો કામક્રીડા કરતા નથી. ૧૦૬૨. - હવે તીર્થંકરના નિર્વાણ પામ્યા પછી થોડા સમયે ઇદ્રો શોકરહિત થયા. પછી ગીતનાટ્યાદિ સુખ ભોગવતા આનંદમાં રહે. ૧૦૬૩.
આ પ્રમાણે અનંતગુણયુક્ત એવા અરિહંતોના પંચ કલ્યાણકોનું વર્ણન આગમોમાં કહેલું છે. તે ઘણું વિસ્તારવાળું હોવાથી તેમાંથી માળી જેમ વાડીમાંથી ફૂલો વણી લે તેમ નમૂના તરીકે ગ્રહણ કરીને મેં રજૂ કર્યું છે. ૧૦૬૪.
વિશ્વને આશ્ચર્ય પમાડનાર છે કીર્તિ જેની એવા વાચકંદ્ર શ્રી કીર્તિવિજયના શિષ્ય, અને રાજશ્રી તથા તેજપાળના પુત્ર શ્રી વિનયવિજયે જે કાવ્ય રચ્યું છે, તે જગત્તત્ત્વના વર્ણનવાળા આ ગ્રંથમાં સ્વભાવે ઉજ્વળ અને અદ્ભુત એવો આ ત્રીસમો સર્ગ પરિપૂર્ણ થયો. ૧૦૫.
ઇતિ શ્રીલોકપ્રકાશ સર્ગ ૩૦ સમાપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org