________________
૪૨૩
ચક્રી અને ચક્રનું ગમન
प्रमाणांगुलजातैक-योजनप्रमितां भुवं । अतिक्रम्य स्थितं तच्च प्रयाणस्यादिमेऽहनि ॥४४॥ क्षेत्रमेतावदेवाति-क्रामति प्रतिवासरं । सुखिनो हि तथैव स्यु-र्बहुसैन्यचमूचराः ॥४५॥ चक्रिणां भरतादीनां महादेहा नरादयः । सुखेन क्षेममेताव-निर्वहंति स्वशक्तितः ॥४६।। चक्रिणामितरेषां तु हीयमानांगशक्तयः । इयत्क्षेत्रं निर्वहंति नित्यं दैवतशक्तितः ॥४७॥ अनुगंगासरित्कूलं गच्छन् दक्षिणपार्श्वतः । तत्रत्यान् सेवकीकुर्वन् देशग्रामपुराधिपान् ॥४८॥ प्रतीच्छन् प्राभृतान्येषा-मनुयातश्च तैर्नृपैः । आरान्मागधतीर्थस्य स्कंधावारं निवेशयेत् ॥४९॥ नवयोजनविस्तीर्णो द्वादशयोजनायतः । स्कंधावारो भवत्यस्य राजधानीसमस्थितिः ॥५०॥
પ્રયાણને પહેલે દિવસે પ્રમાણાંગુલ પ્રમાણ એક યોજન જઈને ચક્ર સ્થિર થાય છે. ૪૪.
દરરોજ ચક્ર એટલું જ ચાલે છે એટલે વિશાળ સૈન્યના સૈનિકો પણ એટલું ચાલવાથી સુખી २३ छ. ४५.
ભરતાદિ ચક્રવર્તીના મોટા દેહવાળા મનુષ્ય વિગેરે તો પોતાની શક્તિથી એટલી જમીન સુખપૂર્વક याली श छ. ४६.
બીજા ચક્રિઓનાં ઓછા શરીર અને શક્તિવાળા સૈનિકો દિવ્ય શક્તિથી એટલું જ ક્ષેત્ર ચાલી श: छ. ४७.
ચક્રી, ગંગા નદીની દક્ષિણ બાજુના કિનારે કિનારે ચાલતાં અને ત્યાં રહેલા દેશ, રામ અને નગરના અધિપતિઓને પોતાના સેવક કરતા, તેમજ તેમના ભેટાનો સ્વીકાર કરતા અને તે રાજાઓને પણ સૈન્યસહિત સાથે લેતા, અનુક્રમે માગધતીર્થની નજીક આવી છાંવણી નાંખે. ૪૮-૪૯.
ચક્રવર્તીની છાવણી તેમની રાજધાની જેવડી બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી હોય छ. ५०.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org