________________
॥ अथैकत्रिंशत्तमः सर्गः प्रारभ्यते ॥
-
स्वरूपमर्हतामेव-मुक्तं शास्त्रानुसारतः । अथोच्यते यथाशास्त्रं स्वरूपं चक्रवर्त्तिनां ॥१॥ शृंगग्राहिकया कर्म चक्रवर्त्तित्वसाधनं ।
पूथग् यद्यपि न प्रोक्तं तीर्थकृन्नामकर्मवत् ॥२॥ तथापि - तीव्रानुभागं यत्सातवेदनीयं घनाणुकं ।
उच्चैर्गोत्रं तथोत्कृष्टं नामकर्मापि ताशं ॥३॥ लाभभोगादिविघ्ञानां क्षयोपशमपाटवं । इत्यादिभिस्समुदितैर्जायते चक्रवर्त्तिता ॥४॥ पूर्वोक्तविंशतिस्थानां-तर्गतैरेव कैश्चन । साधुवैयावृत्यदानसत्तप:संयमादिभिः ॥५॥ विशिष्टाध्यवसायेन सातवेद्यादिकर्मणां । ताशः स्यात्परीणामः प्राग्जन्मन्यार्षभेरिव ॥६॥
સર્ગ ૩૧ મો.
એ પ્રમાણે શાસ્ત્રાનુસારે અરિહંતનું સ્વરૂપ કહ્યું, હવે જેમ શાસ્ત્રમાં કહ્યું છે તેમ ચક્રવર્તીઓનું स्व३५ ही छीमे. १.
તીર્થંકર નામકર્મની જેમ વ્યક્તિગત જણાવી શકાય તેવી રીતે ચક્રવર્તીપણાના સાધનભૂત ચક્રવર્તીનામકર્મ જો કે જુદું કહ્યું નથી. ૨.
તો પણ સાતાવેદનીય કર્મનો ઘનપ્રદેશ રૂપ જે તીવ્ર અનુભાગ તેમજ ઉત્કૃષ્ટ એવું ઉચ્ચ ગોત્ર અને તેવું જ શ્રેષ્ઠ નામકર્મ તેમજ લાભ-ભોગાદિ અંતરાય કર્મનો વિશેષ ક્ષયોપશમ ઇત્યાદિ શુભકર્મો मे.त्र थवाथी यता प्राप्त थाय छे. 3-४.
ભરતચક્રીના પૂર્વજન્મની જેમ પૂર્વોક્ત વિશ સ્થાનકની અંદર રહેલા જ કેટલાક સ્થાનો જેમકે સાધુપદની વૈયાવચ્ચ, તેમને દાન અને સંયમ તથા તપાદિના આરાધનથી વિશિષ્ટ અધ્યવસાય દ્વારા સાતવેદનીય વિગેરે કર્મનો તેવા પ્રકારનો પરિણામ થાય છે કે જેથી જીવ ચક્રવર્તીપણું પામે છે. ५-.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org