________________
૪૦૮
કાલલોક-સર્ગ ૩૦
एवं विहत्य भूपीठं भव्यजीवान् विबोध्य च । निजायुःप्रांतसमयेऽनशनं कुर्वते जिनाः ॥१०१४॥ तदा केचिद्गणधराः केचनान्येऽपि साधवः । कुर्वंत्यनशनं सार्द्ध स्युः प्राप्तावसरा यदि ॥१०१५॥ ततोऽधिरुह्य शैलेशी सर्वकर्मक्षयक्षणे ।। संप्राप्य शाश्वतं स्थानं निर्बाधाः सुखमासते ॥१०१६॥ क्षणं तदांधकारः स्या-द्यतो लोके भवेत्तमः । विच्छेदे जिनतद्धर्म-पूर्वश्रुतहविर्भुजाम् ॥१०१७॥ तत्रैव समये सर्वे देवेंद्राश्चलितासनाः । ज्ञात्वार्हनिर्वृति ज्ञाना-द्वदंत्येवं विषादिनः ॥१०१८॥ હા ! નિર્જતા નન્નાથ નીપનમારવારી: | तदस्माभिर्दुतं कार्य-स्तन्निर्वाणमहोत्सवः ॥१०१९॥ इत्युक्त्वा पादुके त्यक्त्वा पूर्ववद्विधिपूर्वकं ।
तत्रस्था एव वंदंते भावतो जिनभूघनान् ।।१०२०॥ આ પ્રમાણે ભૂપીઠ ઉપર વિચરી અનેક ભવ્યજીવોને પ્રતિબોધ પમાડી પોતાના આયુષ્યના અંત સમયે જિનેશ્વર અનશન કરે છે. ૧૦૧૪.
તે વખતે જો પોતાને પણ અત્યં અવસર પ્રાપ્ત થયો હોય, તો કેટલાક ગણધરો તેમજ કેટલાક સાધુઓ પણ પ્રભુની સાથે અનશન કરે છે. ૧૦૧૫.
પછી સર્વ કર્મના ક્ષયને સમયે શૈલેશીકરણપર આરૂઢ થઈને, શાશ્વત સ્થાનને પામીને પ્રભુ નિબંધપણે સુખમાં રહે છે. ૧૦૧૬.
તે વખતે ક્ષણ માત્ર સર્વ લોકમાં અંધકાર પ્રસરે છે, કારણ કે જિનેવર, તેનો ધર્મ અને પૂર્વકૃતરૂપ અગ્નિનો વિચ્છેદ થવાથી અંધકાર થાય જ. ૧૦૧૭.
તે સમયે સર્વ દેવેન્દ્રો આસન ચલિત થવાથી અરિહંતનો નિર્વાણસમય અવધિજ્ઞાનવડે જાણીને વિષાદ પામીને આ પ્રમાણે કહે છે. ૧૦૧૮.
કે–ખેદની વાત છે, કે જગતના નાથ જગતને પ્રકાશ આપવામાં સૂર્ય સમાન એવા પ્રભુ નિર્વાણ પામ્યા, તેથી અમારે જલ્દી તેમનો નિર્વાણ મહોત્સવ કરવો જોઈએ. ૧૦૧૯.
આ પ્રમાણે કહી પાદુકા તજી પૂર્વની જેમ વિધિપૂર્વક ત્યાં રહીને જ પ્રભુના શરીરને ભાવપૂર્વક વંદન કરે. ૧૦૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org