________________
વૈર વિરોધની શાંતિ
૩૯૯
न कोऽपि विकथां कुर्या-द्व्याक्षेपं कोऽपि नापरं । तदेकचित्ताः शृण्वंति जिनानां देशनां जनाः ॥९४९॥ शृण्वंति येऽपि तिर्यंच: स्थिता वप्रे द्वितीयके । तेऽपि विस्मृतजात्यादि-वैराः स्युस्तत्प्रभावतः ॥९५०॥ पार्श्वस्थं सिंहमातंगं शार्दूलहरिणं तथा । श्येनपारावतं व्याघ्र-च्छागं मार्जारमूषकं ॥९५१॥ महिषाश्वं च नकुल-सर्प शूकरकुर्कुरं ।। एकाग्रचित्ताः शृण्वंति प्रभोरत्यमृतं क्षणं ॥९५२॥ बिभेति तत्र नो बाध्यो बाधकस्तं न बाधते । स्युः सार्वातिशयाच्छांत-रसतृप्ताः समेऽपि ते ॥९५३॥ प्रथमां पौरुषी याव-द्धर्ममाख्याति पारगाः । अत्रांतरे च यस्तत्र चक्रवर्त्यादिको नृपः ॥९५४॥ श्राद्धोऽमात्यादिको वा य-स्तदभावे च पूर्जनः । जनो जानपदो वापि सज्जयत्यद्भुतं बलिं ॥९५५॥ तण्डुलास्तत्र कलमशालीनां स्युः सितत्विषः । उद्दामसौरभाः स्निग्धा-स्तनवः कोमला भृशं ॥९५६॥
બીજા ગઢમાં જે તિર્યંચો રહેલા છે, તે પણ પ્રભુના પ્રભાવથી જાતિવૈરને ભૂલીને દેશના સાંભળે छ. ८५०.
પાસે રહેલા હાથી ને સિંહ, હરિણ ને શાર્દૂલ, પારેવા ને બાજ, બોકડા ને વાઘ, ઉંદર ને બિલાડી, અશ્વ ને મહિષ (પાડો), સર્પ ને નોળીઓ, ભુંડ ને કુતરો–એ સર્વ પ્રભુની અમૃતથી પણ શ્રેષ્ઠ દેશના मे यिते सोमणे छ. ४५१-८५२.
બાધ્ય એવા પશુઓ ત્યાં બીતા નથી અને બાધક તેને બાધ કરતા નથી. સર્વજ્ઞના અતિશયથી સર્વ જીવો શાંતરસમાં તૃપ્ત થયેલા હોય છે. ૯૫૩.
પહેલી પૌરુષી પૂર્ણ થાય, ત્યાં સુધી તીર્થંકર પરમાત્મા દેશના આપે છે. તે વખતે ત્યાં ચક્રવર્યાદિક જે અગ્રણી રાજા હોય, તે અથવા શ્રાવક કે અમાત્ય વિગેરે, અથવા તે ન હોય તો નગરજનો અને દેશવાસી જનો અદ્ભુત એવો બલિ તૈયાર કરે છે. ૯૫૪-૯૫૫.
તે બલિમાં કલમશાળી ચોખા, ઉજ્વળ વર્ણવાળા, ઉત્કટ સુગંધવાળા, સ્નિગ્ધ, પાતળા, અત્યંત કોમળ, દુર્બળ સ્ત્રીએ ખાંડેલા, પવિત્ર બળવાળી સ્ત્રીએ ફોતરારહિત કરેલા, અખંડ અણીશુદ્ધ ચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org