________________
દેવકૃત અતિશય
૪૦૫ खे धर्मचकं १ चमराः २ सपाद-पीठं मृगेंद्रासन ३ मुज्ज्वलं च । छत्रत्रयं ४ रत्नमयध्वजों ५ हिन्यासे च चामीकरपंकजानि ६॥९९३॥ वप्रत्रयं ७ चारुचतुर्मुखांगता ८ चैत्यद्रुमो ९ ऽधोवदनाश्च कंटकाः १० । द्रुमानति ११ दुंदुभिनाद १२ उच्चकै
तोऽनुकूलः १३ शकुनाः प्रदक्षिणाः १४ ॥९९४।। गंधांबुवर्ष १५ बहुवर्णपुष्प-वृष्टिः १६ कचश्मश्रुनखाप्रवृद्धिः १७ । चतुर्विधामर्त्यनिकायकोटि-र्जघन्यभावादपि पार्श्वदेशे १८ ॥९९५॥ ऋतूनामिंद्रियार्थाना-मनुकूलत्व १९ मित्यमी ।।
एकोनविंशतिर्दैव्या-श्चतुस्त्रिंशच्च मीलिताः ॥९९६॥ यत्तु श्रीसमवायांगसूत्रे एतेषु केचिदतिशया अन्यथा श्यते तन्मतातरं बोद्धव्यं ।
चत्वारोऽतिशयाश्चान्ये तेषां विश्वोपकारिणां । पूजा १ ज्ञान २ वचो ३ ऽपाया-पगमाख्या ४ महाद्भुताः ॥९९७॥ अष्टकं प्रातिहार्याणां चत्वारोऽतिशया इमे । इत्येवं द्वादश गुणा अर्हतां परिकीर्तिताः ॥९९८॥
હવે દેવકૃત ૧૯ અતિશયો કહે છે. ૧ આકાશમાં ધર્મચક, ૨ ચામર, ૩ સપાદપીઠ સિંહાસન, ૪ ઉજજવળ છત્રત્રય, પ રત્નમય ધ્વજ, ૬ પ્રભુના પગ નીચે સ્વર્ણકમળો, ૭ ત્રણ ગઢ, ૮ સુંદર એવા ચાર મુખ, ૯ ચૈત્યવૃક્ષ, ૧૦ કાંટાઓનું અધોમુખ થઈ જવું. ૧૧ વૃક્ષોનું નમવું, ૧૨ દુંદુભિનો નાદ, ૧૩ પવનનું અનુકૂળ વાવું, ૧૪ પક્ષીઓ પ્રદક્ષિણા આપે, ૧૫ સુગંધી જળની વર્ષા, ૧૬ બહુવર્ણના પુષ્પોની વૃષ્ટિ, ૧૭ દાઢી-મૂછના ને મસ્તકના કેશ તથા નખની અવૃદ્ધિ (ન વધવું), ૧૮ જાન્યથી પણ પ્રભુ પાસે ચારે નિકાયના મળી ક્રોડ દેવોનું રહેવું અને ૧૯ છએ ઋતુઓનું તેમજ ઇન્દ્રિયાર્થોનું અનુકૂળ વર્તવું. આ ૧૯ દેવકૃત અતિશયો છે અને સર્વ મળીને (૪+૧૧+૧=૩૪) ચોત્રીસ અતિશયો थाय छे. ८८3-८८.
શ્રી સમવાયાંગસૂત્રમાં કેટલાક અતિશયો આ કરતાં જુદી રીતે કહેલા દેખાય છે તે મતાંતર સમજવું.
એ વિશ્વોપકારી પ્રભુના બીજા ચાર અતિશય પૂજાતિશય, વચનાતિશય, જ્ઞાનાતિશય ને અપાયાપગમાતિશય-એ નામના છે. ૯૯૭
આઠ પ્રાતિહાર્ય અને આ ચાર અતિશય એ બે મળીને બાર અરિહંતના ગુણો કહેલા છે. ૯૯૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org