________________
આઠ પ્રતિહાર્ય
૪૦૩
अधोवृन्तानि पुष्पाणि पंचवर्णानि नाकिनः । तन्वते जानुदधनानि जिनानां देशनावनौ ॥९८०॥ मालवकैशिकीमुख्यग्रामरागांचितोऽर्हतां ।। आयोजनं ध्वनिर्दिव्य-ध्वनिमिश्रः प्रसर्पति ॥९८१॥ चामराश्चंद्ररुचिरा नमनोन्नमनैर्महः ।। उच्चैः प्रभुनमस्कारा-च्छंसंतीव गतिं सतां ॥९८२॥ स्वर्णसिंहासनं पाद-पीठयुग्मणिमंडितं । अध्यासते जिनास्तच्च मार्गे व्योम्नि पुरश्चरेत् ॥९८३॥ छत्रत्रयं तथैवाभ्रे चरत्युज्ज्वलमौक्तिकं । जगद्वंद्योपरिस्थित्या मुदेवोद्धरकंधरं ॥९८४॥ भामंडलं सार्वपृष्ठे भात्यर्कस्येव मंडलं । प्रपन्नं शरणायेव नियतास्तकदर्थितं ॥९८५॥ सति प्रभौ कुतः कर्म-कृच्छ्रे सासह्यागिभिः ।
वक्तीतीवांगिनां गर्ज-स्तत्पुरो देवदुंदुभिः ॥९८६॥ ૨ પ્રભુને દેશના આપવાની પૃથ્વી ઉપર દેવો નીચે ડીંટવાલા પાંચ વર્ણના પુષ્પોની જાનુપ્રમાણ વૃષ્ટિ કરે. ૯૮૦.
૩ માલવકૅશિકી મુખ્ય ગ્રામરાગમાં કહેવાતી અરિહંતની દેશનાનો ધ્વનિ, દિવ્ય ધ્વનિથી મિશ્ર થઈને એક યોજન સુધીમાં પ્રસાર પામે. ૯૮૧. - ૪ ચંદ્ર જેવા ઉજ્વળ ચામરો વારંવાર નમીને અને ઊંચે જઈને, પ્રભુને નમસ્કાર કરવાથી સજજનોની ઉચ્ચ ગતિ થાય છે–એમ જાણે કહે છે. ૯૮૨.
૫ મણિમંડિત અને પાદપીકયુક્ત સ્વર્ણમય સિંહાસન ઉપર પ્રભુ બેસે છે, અને જ્યારે પ્રભુ વિહાર કરે છે, ત્યારે તે આકાશમાં સાથે ચાલે છે. ૯૮૩.
ઉજ્વળ મોતીનાં ત્રણ છત્ર જગઢંઘ પ્રભુની ઉપર રહેવાથી, હર્ષથી ઊંચી કાંધ કરીને આકાશમાં ચાલે છે. ૯૮૪. ( ૭ નિયમિત અસ્ત થવાથી કદના પામેલું સૂર્યનું મંડળ જાણે શરણને માટે આવ્યું હોય, તેમ પ્રભુની પાછળ આવેલા સૂર્ય જેવું ભામંડળ શોભે છે. ૯૫.
૮ પ્રભુની હાજરીમાં પ્રાણીઓ કર્મજન્ય કષ્ટને શા માટે સહન કરે ? એમ જીવોને કહેતી હોય, તેમ દેવદુંદુભિ પ્રભુની આગળ વાગ્યા કરે છે. ૯૮૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org