________________
૪૦૨
तथाहु: श्रीभद्रबाहुस्वामिपादा:
કાલલોક-સર્ગ ૩૦
ओवणीअसीहासणे निविट्ठो व पायपीढंमि । जेट्टो अण्णयरो वा गणहारि कहेइ बीयाए ॥ ९७३॥ संखाई विभवे साहइ जं वा परो उ पुच्छिज्जा । न य णं अणाइसेसी विआणइ एस छउमत्थो ॥ ९७४ ॥ पुनः पाश्चात्यपोरुष्यां स्थित्वा सिंहासने जिना: । कुर्वते देशनां सर्वा व्यवस्थात्रापि पूर्ववत् ॥९७५॥ प्राक्कदापि न जातं स्याद्यत्र तत्र चतुर्विधाः । कुर्वंति देवाः समवसरणं विधिनामुना ||९७६ ।। जातेऽप्यस्मिन्मुहुर्यत्र देवः कश्चिन्महर्द्धिकः । नंतुमेति स तत्रैकः कुरुते भक्तिमानिदं ॥ ९७७॥ यदापि न स्यात्समवसरणं स्यात्तदापि हि । वक्ष्यमाणं प्रातिहार्या-ष्टकं नियतमर्हतां ॥ ९७८ ॥ अशोकवृक्षः सश्रीको भवेद्योजनविस्तृतः । चलकिसलयो भव्यान् कराग्रैराह्वयन्निव ॥ ९७९ ॥
તે વિષે શ્રી ભદ્રબાહુસ્વામી કહે છે કે—“રાજાએ લાવેલા સિંહાસન ઉપર અથવા પ્રભુના પાદપીઠ ઉપર બેસીને મોટા અથવા બીજા ગણધર બીજી પોરસીએ દેશના આપે છે. ૯૭૩.
તે વખતે બીજો કોઈ પ્રશ્ન પૂછે, તો તેને અસંખ્યાતા ભવો પણ કહે છે, જેથી આ ગણધર છદ્મસ્થ છે–એમ કોઈ પણ જાણી શકે નહીં'' ૯૭૪.
પછી પાછલે પહોરે જિનેશ્વર સિંહાસનપર બિરાજીને દેશના આપે, તે વખતની પર્ષદાદિની વ્યવસ્થા બધી પૂર્વવત્ જાણવી. ૯૭૫.
પૂર્વે જ્યાં સમવસરણ થયું ન હોય, ત્યાં ચારે પ્રકારના દેવો મળીને ઉપર જણાવ્યા પ્રમાણે સમવસરણ રચે. ૯૭૬.
જયાં વારંવાર સમવસરણ થયેલ હોય, ત્યાં કોઈ મહર્દિક દેવ નમવા આવે, તો ભક્તિમાન્ એવો તે એકલો પણ સમવસરણ રચે. ૯૭૭.
જ્યારે સમવસરણ ન હોય, ત્યારે પણ અરિહંતના આઠ પ્રાતિહાર્યો, જે આગળ કહેવાશે તે તો જરૂર હોય. ૯૭૮.
તે પ્રાતિહાર્યો આ પ્રમાણે
Jain Education International
૧ શોભાયમાન એવો અને એક યોજન વિસ્તારવાળો અશોક વૃક્ષ હોય છે, જેનાં પાંદડા પવનથી ચાલી રહ્યા છે તે જાણે ભવ્ય જીવોને બોલાવતા હોય તેમ લાગે છે. ૯૭૯.
For Private & Personal Use Only
www.jainelibrary.org