________________
૩૬૪
કાલલોક-સર્ગ ૩૦ स्वयं कृतार्थोऽप्यन्येषां हितार्थं धर्ममादिशन् ।
लोकेषु ष्डविधेष्वेष उत्तमोत्तम उच्यते ॥७२९।। तथाहुः श्रीउमास्वातिवाचकपादा:
कर्माहितमिह चामुत्र चाधमतमो नरः समारभते । इह फलमेव त्वधमो विमध्यमस्तूभयफलार्थं ॥७३०॥ परलोकहितायैव प्रवर्त्तते मध्यमः क्रियासु सदा । मोक्षायैव तु घटते विशिष्टमतिरुत्तमः पुरुषः ॥७३।। यस्तु कृतार्थोऽप्युत्तम-मवाप्य धर्मं परेभ्य उपदिशति । नित्यं स उत्तमेभ्यो-ऽप्युत्तम इति पूज्यतम एव ॥७३२॥ तस्मादर्हति पूजामर्हन्नेवोत्तमोत्तमो लोके । देवर्षिनरेंद्रेभ्यः पूज्येभ्योऽप्यन्यसत्त्वानां ॥७३३॥ कदापि निष्फला नैषां देशना जायतेऽर्हतां । लाभाभावेऽमूढलक्ष्याः प्रवर्तेरन्न ते यतः ॥७३४॥ सामायिकं स्यात्सम्यक्त्वं श्रुतसामायिकं तथा । सामायिके द्वे विरती देशतः सर्वतोऽपि ये ॥७३५॥
તીર્થકર પોતે કૃતાર્થ હોવા છતાં પણ અન્યના હિતને માટે ધર્મોપદેશ આપે છે; કારણ કે છે પ્રકારના મનુષ્યોમાં પ્રભુ ઉત્તમોઉત્તમ કહેવાય છે. ૭૨૯.
પૂજ્ય શ્રી ઉમાસ્વાતિ વાચકે કહ્યું છે કે-અધમાધમ પુરુષ, આ ભવ અને પરભવમાં અહિત કરનારા કાર્ય કરે છે, અધમ મનુષ્ય, આ ભવનાં સુખને માટે જ કાર્ય કરે છે, વિમધ્યમ, ઉભય લોકના ફળને માટે કાર્ય કરે છે, મધ્યમ, પરલોકના હિતને માટે જ સદા ક્રિયામાં પ્રવૃત્તિ કરે છે, વિશિષ્ટ મતિવાળો ઉત્તમ પુરુષ, મોક્ષને માટે જ ઉદ્યમ કરે છે, અને જે કૃતાર્થ થયેલ ઉત્તમ પુરુષ પોતે ઉત્તમ ધર્મને પ્રાપ્ત કર્યા છતાં પણ પરના હિત માટે ધર્મોપદેશ કરે છે, તે ઉત્તમમાં પણ ઉત્તમ હોવાથી પૂજ્યતમ છે. ૭૩૦-૭૩૨.
આ પ્રમાણે હોવાથી જ લોકમાં ઉત્તમોઉત્તમ એવા અરિહંત જ અન્ય પ્રાણીઓને પૂજ્ય એવા પણ દેવ, મુનિ અને નરેદ્રોથી પણ અત્યંત પૂજા કરવા યોગ્ય છે-પૂજનીય છે. ૭૩૩.
એ પરમાત્માની દેશના કયારે પણ નિષ્ફળ જતી નથી; કારણ કે અમૂઢલક્ષ્ય એવા મનુષ્ય લાભના અભાવમાં પ્રવૃત્તિ કરતા જ નથી. ૭૩૪.
સામાયિક ચાર પ્રકારે છે–૧. સમ્યક્તસામાયિક, ૨ શ્રુતસામાયિક, ૩ દેશવિરતિ સામાયિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org