________________
ભગવાનના ઉપદેશની પદ્ધતિ
૩૬૩ मुहुर्गुर्वादिशिक्षाव-निषेव्याणि यथोचितं ।
शिक्षाव्रतत्वमंत्येषु चतुर्विति मतं जिनैः ॥७२३॥ अन्यत्र तु अंत्यानि सप्तापि शिक्षाव्रतान्युच्यते. तथोक्तं-'पंचाणुवइयं सत्तसिक्खावइयं दुवालसविहं' इत्यादि विपाकसूत्रे सुबाह्वधिकारे । तथा - तत्त्वानि सप्त नव वा धर्माद्यांश्च षड् धुवान् ।
दानादिकं चतुर्द्धा च धर्ममादिशति प्रभुः ॥७२४॥ तथोक्तं- दानशीलतपोभावभेदाद्धर्मं चतुर्विधं ।
मन्ये युगपदाख्यातुं चतुर्वक्त्रोऽभवद्भवान् ॥७२५॥ यथासुमंतो बद्ध्यन्ते मुच्यतेऽपि च कर्मभिः । यथा च यांति निर्वाणं स्वामी सर्वं तथादिशेत् ॥७२६।। यथादिशति पूर्णस्य तुच्छस्यापि तथैव सः ।।
નિ:સ્પૃહ સચિત્ત રાવર્તિરિયો: I૭૨૭ના पूर्णतुच्छस्वरूपं चैवमाचारांगवृत्तौ ।
ज्ञानैश्वर्यधनोपेतो जात्यन्वयबलान्वितः ।
तेजस्वी मतिमान् ख्यातः पूर्णस्तुच्छो विपर्ययात् ॥७२८॥ ગુરુમહારાજની શિખામણ પ્રમાણે યથોચિત-યોગ્યરીતે વારંવાર સેવન કરવા યોગ્ય હોવાથી છેલ્લા ચારને જિનેશ્વરોએ શિક્ષાવ્રત કહ્યા છે. ૭૨૩.
અન્યત્ર પાછલા સાતને શિક્ષાવ્રત કહ્યા છે.
કહ્યું છે કે–પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત એમ બાર પ્રકારના થાય છે. ઇત્યાદિ વિપાકસૂત્રમાં સુબાહુના અધિકારમાં કહ્યું છે.
આ પ્રમાણે શ્રાવકના બાર વ્રતોનું સ્વરૂપ પ્રભુ કહે છે, ઉપરાંત સાત અથવા નવ તત્ત્વો, ધર્માદિ છ પદાર્થો અને દાનાદિક ચાર પ્રકારનો ધર્મ પ્રભુ ઉપદેશે છે. ૭૨૪.
તે વિષે કહ્યું છે કે-“હે પ્રભુ ! દાન, શીલ, તપ અને ભાવ-એ ચાર પ્રકારના ધર્મ એક સાથે કહેવાને માટે જ આપ ચાર મુખવાળા થયા છો-એમ હું માનું છું.” ૭૨૫.
જેવી રીતે પ્રાણી કર્મથી બંધાય છે, મુકાય છે અને નિર્વાણ પામે છે–તે સર્વ તે રીતે જ પ્રભુ કહે છે. ૭૨૬.
ચક્રવર્તી ને દરિદ્રીમાં સમચિત્ત અને નિઃસ્પૃહ એવા પ્રભુ, જેવી રીતે પૂર્ણને કહે છે, તેવી રીતે તુચ્છને–અપૂર્ણને પણ ઉપદેશ આપે છે. ૭૨૭.
પૂર્ણ ને તુચ્છનું સ્વરૂપ શ્રી આચારાંગવૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે-જ્ઞાન, ઐશ્વર્ય અને ધનવાળો, જાતિ, કુળ અને બળયુક્ત, તેજસ્વી અને બુદ્ધિમાન, તેને પૂર્ણ કહેલ છે અને તેથી રહિત હોય એને તુચ્છ કહેલ છે. ૭૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org